ગુરુપૂણિર્માએ ભાવિક ભક્તોનું ઘોડાપૂર દ્વારકા અને ડાકોરના ઠાકોર ના દર્શને ઉમટ્યું
રવિવારે અષાઢી પૂણિર્મા હતી, આ દિવસને સદીઓથી ગુરૂ પૂણિર્મા તરીકે ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે, ગુરૂ પૂણિર્માના દિવસે ધામિર્ક સ્થાનો પર લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે ગુરૂ પૂણિર્માના દિવસે ખુબ જ પવિત્ર ગણવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગુરુ પૂણિર્મા એ ડાદ્વારકા મંદિરે ભગવાન શ્રી કૃષ્ણ અને ડાકોર ના ઠાકોરના દર્શને ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અહીં ‘કૃષ્ણમ વંદે જગતગુરુ’ ના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.
દર વર્ષે ગુરુપૂણિર્માએ ભાવિક ભક્તો દ્વારકા અને ડાકોર જવાનું વધારે પસંદ કરતા હોય છે. જેના કારણે રવિવારે દ્વારકા અને ડાકોરમાં ભાવિ ભક્તોનું ઘોડાપૂર ડાકોરના ઠાકોરના દર્શને ઉમટ્યું હતું. એટલું જ નહીં પરંતુ કૃષ્ણમ વંદે જગતગુરુ ના મંગળા આરતીના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા. આ સાથે સાથે ગુરુપૂણિર્મા એ ડાકોરના ઠાકોરના મંગળા આરતી ના દર્શન નો લાહવો હજજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
ગુરુપૂણિર્માએ ડાકોરના ઠાકોરની મંગળા આરતીના દર્શનનો લાહવો હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતા. એટલું જ નહીં પરંતુ મોડી રાતથી દર્શન માટે રાહ જોઈને આતુર ભક્તોએ સવારે ૫ઃ૧૫ ના અરસામાં મંગળા આરતીના દર્શન કર્યા હતા. આ સાથે સાથે પગપાળા આવી પહોંચેલા ભક્તોનો થાક દર્શન કરતા જ ઉતસાહમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વહેલી સવારથી ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ થી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી હતી.
Recent Comments