fbpx
ભાવનગર

ગુરુપૂર્ણિમા ઉજવણીના સંદર્ભે રવિવારે ગુરુઆશ્રમ બગદાણાના સ્વયંસેવકોની મીટીંગ 

બગદાણા ખાતેના પૂ.બજરંગદાસ બાપાના ગુરુઆશ્રમ ખાતે આગામી તા.21 મે રવિવાર ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને ભક્તિની વાતાવરણમાં ગુરુવંદના સાથે ઉજવવામાં આવનાર છે. ત્યારે આ દિવસોમાં પૂ.બાપાના દર્શનાર્થે આવનાર મોટા માનવ સમુદાયની વ્યવસ્થાઓ માટે સેવાકીય કામગીરીના આગોતરા આયોજન માટે સ્વયંસેવકોની એક મીટીંગ તા. 14 ને રવિવારના રોજ ગુરુ આશ્રમ બગદાણા ખાતે સવારે 10.30 કલાકે રાખેલ છે. જેમાં દરેક મંડળના બબ્બે સ્વયંસેવકોને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. આ બેઠકમાં દરેક વિભાગો માં કામગીરીની વહેંચણી કરવામાં આવશે અને માર્ગદર્શન આપવામાં આવશે.  ગુરુ આશ્રમમાં આવેલા સત્સંગ હોલ ખાતે આશરે 350 ગામોના સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts