સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે આજરોજ તા.૩-૭-૨૦૨૩ને સોમવારે એન.એસ.એસ. દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના પ્રારંભમાં કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી પૂજન તથા ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એન.એસ.એસ.ના વિદ્યાર્થી બહેનો દ્વારા ગુરુજનોનું પુષ્પોથી સન્માન કરવામાં આવેલ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ.સી.રવિયા સાહેબે પ્રાસંગિક ઉદબોધન દ્વારા વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ સમજાવ્યું હતું. ડૉ.બી.ડી.વરૂસાહેબે ભજન દ્વારા ગુરુવંદના કરી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં કુલ આઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ.ડી.ડી.ભટ્ટ સાહેબ તથા વાઇસ પ્રિન્સિપાલ પ્રા.રિન્કુબેન ચૌધરીએ પોતાની ઉત્તમ સેવા આપી હતી.કાર્યક્રમનું સમગ્ર સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.એમ.જે.પટોળિયાએ કર્યું હતું. કાર્યક્રમના સમાપનમાં ડો.એ.કે.પરમાર સાહેબે દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું.કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
ગુરુપૂર્ણિમા નિમિત્તે એનએસએસ દ્વારા વક્તૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજનોનું પુષ્પો દ્વારા સન્માન કરવામાં આવ્યું




















Recent Comments