ગોહિલવાડના સુપ્રસિદ્ધ શ્રી બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણામાં ગુરુ પૂર્ણિમા પ્રસંગે ભાવિક ભક્તોએ દર્શન અને પ્રસાદ લાભ લીધો છે.
શ્રી બજરંગદાસ બાપુની આ તીર્થ ભૂમિ શ્રી ગુરુ આશ્રમના સંચાલક અગ્રણીઓની દેખરેખ અને સ્વયંસેવકોની દિવસ રાતની સેવા સાથે અહી દૂર સુદુરથી યાત્રિક ભાવિકો ઉમટ્યા હતા.
‘બાપા સીતારામ’ નાદ સાથે વરસાદી વાતાવરણમાં પણ ગુરુ પૂનમની આગલી રાતે પણ ભાવિક સેવકો આવતા રહ્યા હતા.
આશ્રમ વહેલી સવારે મંગળા આરતી બાદ ધ્વજા પુજન, ધ્વજા રોહણ, ગુરૂપૂજન અને પ્રસાદ વિતરણમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોના ધસારાને પહોંચી વળવા તેમજ વ્યવસ્થા માટે સંકલન રહ્યું હતું.ગુરુ આશ્રમ બગદાણા ના ટ્રસ્ટી મંડળ તેમજ સ્વયં સેવકો ની સક્રિય ભૂમિકા રહી હતી.
ગુરુપૂર્ણિમા પર્વ પર બગદાણા શ્રી બજરંગદાસબાપુ આશ્રમમાં પૂજન દર્શન

Recent Comments