fbpx
ભાવનગર

ગુરુ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મનજીદાદાનો દેહ પંચમહાભૂતમાં વિલીન…

બગદાણા ના સંત પુ બજરંગદાસબાપાના પરમ ભક્ત -સેવક તેમજ ગુરુઆશ્રમના મેનેજિંગ ટ્સ્ટી  અને મોભી મનજીદાદાનો નશ્વર દેહ આજે તેમના પૈતૃક ગામ બગદાણા ખાતે પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગઈકાલે સુરતથી બગદાણા લવાયેલા નશ્વર દેહને આપેલા બગદાણા ખાતે રાખવામાં આવેલ ત્યાંથી આજે મોટી સંખ્યામાં મનજી બાપા ની અંતિમયાત્રા નીકળી હતી.તેમાં સાધુ ,સંતો અગ્રણીઓ, પૂજ્ય બાપાના સેવકો, બગદાણા સહિત આજુબાજુના ગામજનો બહોળી સંખ્યામાં જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બગદાણાના ગામજનોએ સંપૂર્ણ બંધ પાળીને અંતિમ યાત્રાના દર્શન સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ખાસ શણગારાયેલા વાહન સાથે અને બાપા સીતારામ ના નાદ સાથે નીકળેલી યાત્રામાં રોડની બંને બાજુએ લોકોએ ઊભા રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બગદાણાના મોક્ષધામ ખાતે મનજીબાપાના પુત્ર જનકભાઈ કાછડીયા અને પરિવારે મુખાગ્નિ આપી હતી. આ વેળાએ બગદાણા-રાજકોટ ના બ્રાહ્મણો દ્વારા રુદ્રી અધ્યાય બેના પુરુષસૂક્તના પાઠ તેમ જ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર સાથે શ્રીરામ જયરામ… ની ધૂન શરૂ રહી હતી.

અહીં રાજ્ય સરકારના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત કણીરામ બાપુ દુધરેજ, મુક્તાનંદ બાપુ ચાપરડા,આત્માનંદબાપુ સરસ્વતીજી બોટાદ, મહામંડલેશ્વર રમજુબાપુ, ઓમ બાપુ લોયંગા ,વિષ્ણુબાપુ દાણીધારીયા ,રમેશભાઈ શુક્લ વિશ્વાનંદ માતાજી જાળીયા, વિજય બાપુ સતાધાર ગૌતમભાઈ સાંદિપની આશ્રમ પોરબંદર તેમજ ભાવનગરના મેયર, નારણભાઈ કાછડીયા કેશુભાઈ નાકરાણી , હરૂભાઈ ગોંડલીયા, મનુભાઈ ચાવડા, મેરણ ગઢવી તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ તથા પૂજ્ય સાધુ સંતો, મહંતો, બજરંગદાસ બાપાના સેવકો,  આશ્રમના સ્વયંસેવકો, ગામજનો વગેરેએ હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Follow Me:

Related Posts