fbpx
રાષ્ટ્રીય

ગુરૂવાણી પણ આપણા માટે પરંપરા છે, શ્રદ્ધા પણ છે : પ્રધાનમંત્રી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારે શીખ પરંપરાઓ અને વારસાને મજબૂત કરવાના પ્રયાસો કર્યા છે. તેમણે પ્રથમ શીખ ગુરુ નાનક દેવની ૫૫૩મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય લઘુમતી આયોગ, ઈકબાલ સિંહ લાલપુરાના નિવાસસ્થાને આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ખાસ અરદાસમાં પણ ભાગ લીધો હતો. આ અવસરે તેમણે કહ્યું કે, તમે બધા જાણો છો કે મેં એક કાર્યકર્તા તરીકે પંજાબમાં લાંબો સમય વિતાવ્યો છે. તે દરમિયાન ઘણી વખત મને હરમંદિર સાહિબમાં નમન કરવાનો મોકો મળ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા પંજાબ અને દેશના લોકોએ ભાગલામાં આપેલા બલિદાનની યાદમાં દેશે પણ ભાગલા વિભિષિકા સ્મારક દિવસની શરૂઆત કરી છે. અમે ઝ્રછછ એક્ટ લાવીને ભાગલાથી પ્રભાવિત હિંદુ-શીખ પરિવારોને નાગરિકતા આપવાનો માર્ગ બનાવવાનો પણ પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાંક સમય પહેલા અફઘાનિસ્તાનમાં સ્થિતિ કેવી રીતે બગડી હતી. હિન્દુ-શીખ પરિવારોને પાછા લાવવાની ઝુંબેશ ચાલી રહી હતી.

તે ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપો સુરક્ષિત રીતે લાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ૨૬મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદ સિંહ જીના સાહિબજાદાઓના મહાન બલિદાનની યાદમાં ‘વીર બાલ દિવસ’ની ઉજવણી શરૂ થઈ છે. પ્રકાશ પર્વની અનુભૂતિ, મહત્વ શીખ પરંપરામાં રહ્યું, આજે દેશ એ જ ખંતથી કર્તવ્ય અને સેવાની પરંપરાને આગળ ધપાવી રહ્યો છે. ગુરુ નાનક દેવજીએ આપણને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું હતું કે નામ જપ, કિરાત કરો, વંડ છકો. આ એક વાક્યમાં આધ્યાત્મિક ચિંતન છે, તે ભૌતિક સમૃદ્ધિનો સ્ત્રોત પણ છે અને તે સામાજિક સમરસતાની પ્રેરણા પણ છે. પીએમ મોદીએ કહ્યું કે, ૩ વર્ષ પહેલા ગુરુ નાનક દેવજીના ૫૫૦મા પ્રકાશ પર્વની દેશ-વિદેશમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરો પર, દેશને તેના ગુરુઓના આશીર્વાદ અને પ્રેરણા મળી છે, તે નવા ભારતના નિર્માણની ઉર્જા વધારી રહી છે.

Follow Me:

Related Posts