સાવરકુંડલા ખાતે મહાન ઓલિયા પીર સૈયદ ગુલામઅલિબાપુ કાદરીની દરગાહે ચાદર ચઢવાનો એક કાર્યક્રમ અમરેલી જિલ્લા કૉંગ્રેસ માઈનોરેટીના ચેરમેન રસુલભાઈ કુરેશીના પ્રમુખ સ્થાને અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી ઈકબાલ ગોરીની ખાસ વિશેષ ઉપસ્થિતિમાં અને સાવરકુંડલા શહેર કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રૂસ્તમ સમાંની આગેવાનીમાં તેમની ટીમ દ્વારા શાનદાર કાર્યક્રમ યોજાયો હતો આ શાનદાર કાર્યક્રમમાં સેવાદળના પ્રમુખ ઇમરાન જાદવ. ઉપપ્રમુખ નજીરભાઈ રાઉમા દિલાવર પરમાર અફઝલ કાદરી ઇમરાન જાખરા ઉમરભાઈ જાખરા રિયાજભાઈ બાવનકા આરીફભાઈ ચૌહાણ સરફરાઝ કુરેશી સદામભાઈ જાખરા વિગેરે માઈનોરેટી ડિપાર્ટમેન્ટના આગેવાનો હાજર રહ્યા હતા
ગુલામઅલી બાપુની દરગાહે માઈનોરેટી ડિપાર્ટમેન્ટ દ્વારા સદર ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો

Recent Comments