fbpx
ગુજરાત

ગુ.યુનિવર્સિટીમાં યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા મોકૂફ રખાઈ, ૧૦૦થી વધુ ભરતી પર રોક લગાવી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા થવાની હતી જેના પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે જેના કારણે ભરતી મોકૂફ રાખવામાં આવી છે. ભરતીમાં કેટલાકના મળતીયાઓની ગોઠવણ ના થઈ હોવાથી હાલ ભરતી મોકૂફ રાખવામાં આવી છે. ચીફ એકાઉન્ટ ઓફિસર, ડિરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન, ડેપ્યુટી રજિસ્ટર, પ્રેસ મેનેજર, લાઈબ્રેરિયન, પ્રોગ્રામર સહિતની ૧૦૦થી વધુ ભરતી પર રોક લગાવી દેવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાત યુનિવર્સિટીએ સરકારની મંજૂરીથી ૧૦૦થી વધુ મોટી જાગ્યાઓ માટે જાહેરાત આપી હતી. ચૂંટણી જાહેર થતા ભરતી ચૂંટણી બાદ કરવાનું નક્કી થયું હતું. ત્યારબાદ ૧૭ જાન્યુઆરીએ ૨૭,૨૮ અને ૨૯ જાન્યુઆરીના ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ૨૫ જાન્યુઆરીએ અચાનક જ ભરતી માટેના ઇન્ટરવ્યૂ સ્થગીત કરવામાં આવ્યા હતા અને નવી તારીખ નજીકના સમયમાં જાહેર કરવાનું જણાવ્યું હતું. સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા આંતરિક શીત યુદ્ધના કારણે સ્થગીત રાખવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટના સભ્યો પોતાના નજીકના માણસોને ભરતીમાં લાભ કરાવવા ઇચ્છતા હતા. જે શક્ય ન થતા અંદરોઅંદર વિવાદ થયો હતો અને જેના કારણે સરકારને ભરતી સ્થગીત કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેથી ભરતી મોકૂફ રાખવા સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં ડાયરેક્ટર- કોલેજ, ડેવલોપમેન્ટ કાઉન્સિલ, પ્રિન્સિપલ સાઈન્ટિફિક ઓફિસર, રજિસ્ટ્રાર, પ્રોગ્રામર, યુનિવર્સિટી એન્જિનિયર,ચિફ એકાઉન્ટ ઓફિસર, સિનિયર સાયન્ટિફિક ઓફિસર, સિસ્ટમ એનાલિસ્ટ, સિસ્ટમ એન્જિનિયર, ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન.ડેપ્યુટી રજિસ્ટ્રાર, પ્રેસ મેનેજર, લાયબ્રેરિયન, આસિસ્ટન્ટ અને મહિલા મેડિકલ ઓફિસરની સહિત ૧૦૦થી વધુ જગ્યામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવાની હતી. પરંતુ અચાનક જ એક નોટીફિકેશન બહાર પાડીને આ ભરતી પર હાલ પુરતી રોક લગાવી દેવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.

Follow Me:

Related Posts