fbpx
રાષ્ટ્રીય

ગૂગલ દ્વારા ગ્રીન ટી પર રિસર્ચ કરનાર મિશિયો શૂજીમુરાનું ડુડલ મુકવામાં આવ્યું


રેશમકીટના પોષણ પર પોતાનુ રિસર્ચ શરૂ કર્યુ પરંતુ ૧૯૨૨માં તેમનુ ટ્રાન્સફર ટોક્યો ઈમ્પીરિયલ યુનિવર્સિટીમાં વિટામિનના શોધકર્તા ઉમેતારો સુઝુકીની સાથે થયુ. અહીં મિશિયોએ ગ્રીનની બાયોકેમેસ્ટ્રી પર રિસર્ચ કર્યુ. બે વર્ષ બાદ તેમણે અને તેમના સહયોગી સીતારો મિઉરાએ ગ્રીન ટી માં વિટામિન ઝ્રની શોધ કરી, જેનાથી ઉત્તરી અમેરિકામાં ગ્રીન ટીના નિકાસમાં વૃદ્ધિ થઈ. પાંચ વર્ષ બાદ તેમણે ગ્રીન ટીમાં કડવો સ્વાદ આવનારા કેટેચિનને તેનાથી અલગ કરી દીધુ. આગામી વર્ષે તેઓ ગ્રીન ટીમાં થી ક્રિસ્ટલના રૂપમાં ટેનિન નીકાળવા લાગ્યા. ગ્રીન ટી ના ઘટકો પર તેમના થીસિસે તેમને ૧૯૩૨માં ટોક્યો ઈમ્પીરિયલ યુનિવર્સિટીમાંથી એગ્રિકલ્ચરમાં ડૉક્ટરેટની ઉપાધિ અપાવી. તેમણે પોતાના રિસર્ચ માટે ૧૯૫૬માં કૃષિ વિજ્ઞાનના જાપાન પુરસ્કારથી સન્માનિત થનારા પહેલા કેટલીક સ્કુલ અને યુનિવર્સિટીઓમાં પ્રોફેસર અને લેક્ચરર બનવાનુ ચાલુ રાખ્યુ. ૧૯૬૯માં ૮૧ વર્ષે તેમનુ નિધન થઈ ગયુ.

આજના ડૂડલમાં તેમને પોતાની લેબોરેટરીમાં ગ્રીન ટી પર રિસર્ચ કરતા દર્શાવાયા છે.જાે આપ ગ્રીન ટી પીવાનુ પસંદ કરો છો અને આને થનાર લાભને જાણો છો, તો આપે મિશિયો શૂજીમૂરા વિશે જરૂર જાણવુ જાેઈએ. શૂજીમૂરા એક જાપાની કૃષિ વૈજ્ઞાનિક અને જૈવ રસાયણવિદ હતા. ગ્રીન ટી પરના તેમના અદભૂત સંશોધને તેમને જાપાનમાં કૃષિ ડોક્ટરેટ મેળવનાર પ્રથમ મહિલા બનાવ્યા. તેમની સિદ્ધિઓનું સન્માન કરવા માટે, ગૂગલે તેમના ૧૩૩ મા જન્મદિવસ પર ડૂડલ સમર્પિત કર્યું છે. ૧૭ સપ્ટેમ્બર ૧૮૮૮એ જાપાનના ઓકેગાવામાં જન્મેલા શૂજીમુરાએ પોતાના કરિયરની શરૂઆત એક મહિલા હાઈ સ્કુલમાં સાયન્સ ભણાવતા કરી હતી. ૧૯૨૦માં તેમણે પોતાનુ ધ્યાન એક વૈજ્ઞાનિક શોધકર્તા બનાવવા પર કેન્દ્રિત કર્યુ અને હોક્કાઈડો ઈમ્પીરિયલ યુનિવર્સિટીમાં એક અવેતન લેબ મદદનીશ તરીકે કામ શરૂ કર્યુ. તે સમય સુધી સ્કુલોએ મહિલા વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવાનુ શરૂ કર્યુ નહોતુ.

Follow Me:

Related Posts