fbpx
રાષ્ટ્રીય

ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં ૩ નવા બિલ રજૂ કર્યાજેલમાં કેદીઓની સંખ્યા વધી રહી હોય તેને ઓછી કરવા માટે નવુ બિલ લાવવામાં આવ્યું

ગૃહપ્રધાન અમિત શાહે આજે એટલે કે મંગળવારે લોકસભામાં ૩ નવા બિલ રજૂ કર્યા. સીઆરપીસી અને આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બીલ ૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ અને ભારતીય પુરાવા બિલ ૨૦૨૩ને ગૃહમાં રજૂ કર્યુ. અમિત શાહનું કહેવું છે કે આ બિલને લાવવાનું લક્ષ્?ય ફોજદારી કાયદામાં સુધારો કરવાનો છે. તેના દ્વારા કાયદા વ્યવસ્થાને સારો અને સરળ બનાવવામાં આવશે. આ વિધેયકોને ગૃહપ્રધાન અમિત શાહે ચોમાસુ સત્રમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ તેમને સંસદીય સ્થાયી સમિતિની પાસે મોકલવામાં આવ્યા.

કાયદામાં ૈંઁઝ્ર, ઝ્રઇઁઝ્ર અને ઈન્ડિયન એવિડેન્સ એક્ટથી એવા નિયમ જાેડાયેલા છે, જેનાથી દેશમાં ન્યાયની પ્રક્રિયા પર બોજ વધી રહ્યો છે. તેને ઓછો કરવા માટે નવા બિલ લાવવામાં આવ્યા છે. હાલમાં આર્થિક રીતે પછાત લોકોને ન્યાયથી વંચિત રહેવુ પડે છે અને મોટાભાગના કેસમાં દોષી સાબિત થાય છે. પરિણામે જેલમાં કેદીઓની સંખ્યા વધી રહી છે. તેને ઓછી કરવા માટે નવુ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ કાયદાનું રૂપ લેશે તો મુશ્કેલીઓ ઓછી થશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ઃ તેમાં ૫૩૩ કલમ સામેલ કરવામાં આવી છે. આ સીઆરપીસીની ૪૭૮ કલમની જગ્યાઓ લેશે. ૧૬૦ કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે સિવાય ૯ નવી કલમ જાેડવામાં આવી છે અને ૯ જુની કલમને હટાવવામાં આવી છે.
ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ઃ તેમાં આઈપીસીની ૫૧૧ કલમની જગ્યા ૩૫૬ કલમ લેશે. તેમાં કુલ ૧૭૫ કલમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બિલમાં ૮ નવી કલમને જાેડવામાં આવી છે અને ૨૨ કલમને દુર કરવામાં આવી છે.
ભારતીય પુરાવા અધિનિયમ ૨૦૨૩ઃ તેમાં ૧૬૭ જુની કલમની જગ્યાએ ૧૭૦ કલમ રહેશે. તે સિવાય તેની ૨૩ કલમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ૧ નવી કલમને સામેલ કરવામાં આવી છે ૫ કલમને હટાવી દેવામાં આવી છે.

સરળ ભાષામાં સમજાે ૧૫ મોટા ફેરફાર
ભડકાઉ ભાષણ પર ૫ વર્ષની સજાઃ ભડકાઉ ભાષણ અને હેટ સ્પીચને ગુન્હાના દાયરામાં લાવવામાં આવ્યા છે. જાે કોઈ વ્યક્તિ એવું ભાષણ આપે છે તો તેને ૩ વર્ષની સજા અને દંડ થશે. જાે ભાષણ કોઈ ધર્મ અથવા વર્ગની વિરૂદ્ધ હશે તો ૫ વર્ષની સજાની જાેગવાઈ છે.
ગેંગરેપમાં દોષીને આજીવન કારાવાસઃ નવા બિલ હેઠળ ગેંગરેપના દોષીઓને ૨૦ વર્ષની સજા અથવા આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી શકે છે. જાે દોષી ૧૮ વર્ષથી ઓછી ઉંમરની કોઈ બાળકી સાથે દુષ્કર્મ કરે છે તો તેને મૃત્યુદંડ આપવાની જાેગવાઈ છે.
મોબ લિંચિંગ પર ૭ વર્ષની સજાઃ જાે ૫ અથવા તેનાથી વધારે લોકોનું સમૂહ કોઈ જાતિ, સમુદાય, ભાષા અને જેન્ડરના આધાર પર હત્યા કરે છે તો દરેક દોષીને મોત અથવા કારાવાસની સજા આપવામાં આવશે. ત્યારે આ મામલે જાેડાયેલા દોષીને ઓછામાં ઓછી ૭ વર્ષની સજા સાથે દંડ કરવામાં આવશે.
ભાગેડુઓની ગેરહાજરીમાં ટ્રાયલ ચાલુ રહેશેઃ ભાગેડુઓ દેશમાં હોય કે ના હોય, બંને કેસમાં ટ્રાયલ ચાલુ રહેશે. તેની સુનાવણી થશે અને સજા સંભળાવવામાં આવશે.

મોતની સજાને આજીવન કારાવાસમાં બદલાશેઃ નવા બિલમાં એક મોટી જાેગવાઈ કરવામાં આવી છએ કે જાે દોષીને મોતની સજા આપવામાં આવશે તો તે સજાને આજીવન કારાવાસમાં બદલી શકાશે.
કોર્ટ આપશે હરાજીનો આદેશઃ જાે કોઈ કેસમાં સંપતિની હરાજી થાય છે તો તેનો આદેશ કોર્ટ આપશે. પોલીસનો કોઈ અધિકારી નહીં.
ઓનલાઈન મળશે કેસની જાણકારીઃ સામાન્ય વ્યક્તિને એક ક્લિક પર કેસની જાણકારી મળી શકશે, તેથી ૨૦૨૭ સુધી દેશની તમામ કોર્ટને ઓનલાઈન કરી દેવામાં આવશે. જેથી કેસની વિગત ઓનલાઈન જાેઈ શકાશે.
ધરપકડ થાય તો પરિવારને જાણ કરવી પડશેઃ કોઈ પણ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવે તો તેની જાણકારી પરિવારને આપવી જરૂરી થશે. એટલું જ નહીં ૧૮૦ દિવસની અંદર તપાસને પૂર્ણ કરીને ટ્રાયલ માટે મોકલવી પડશે.
૧૨૦ દિવસમાં આવશે ટ્રાયલનો ર્નિણયઃ કોઈ પોલીસ અધિકારી વિરૂદ્ધ કોઈ ટ્રાયલ ચલાવવામાં આવે તો તેને લઈ ૧૨૦ દિવસની અંદર ર્નિણય લેવો પડશે.

ચર્ચા પૂર્ણ થશે તો ૧ મહિનામાં આવશે ર્નિણયઃ જાે કોઈ કેસમાં ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે તો ૧ મહિનાની અંદર કોર્ટને ર્નિણય આપવો પડશે. ર્નિણયની તારીખના ૭ દિવસની અંદર તેને ઓનલાઈન ઉપલબ્ધ પણ કરાવવો પડશે.
ચાર્જશીટ ૯૦ દિવસમાં ફાઈલ થશેઃ મોટા અને ગંભીર ગુન્હાથી જાેડાયેલા કેસમાં પોલીસને ઝડપથી કામ કરવુ પડશે. તેમને ૯૦ દિવસની અંદર ચાર્જશીટને ફાઈલ કરવી પડશે. જાે કોર્ટ મંજૂરી આપે છે તો સમય વધારી શકાશે.
પીડિતાના નિવેદનનું રેકોર્ડિંગઃ જાે કેસ યૌન હિંસાથી જાેડાયેલો છે તો પીડિતાના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ થશે. જે જરૂરી રહેશે.

ક્રાઈમ સીન પર ફોરેન્સિક ટીમ અનિવાર્યઃ એવા ગુન્હા જેમાં ૭ વર્ષ અથવા તેનાથી વધારેની સજાની જાેગવાઈ છે, તેમાં ક્રાઈમ સીન પર ફોરેન્સિક ટીમનું પહોંચવુ જરૂરી રહેશે.
ધરપકડ વગર લેવામાં આવશે સેમ્પલઃ જાે કોઈ કેસમાં બ્લડ સેમ્પલ લેવામાં આવશે તો તેના માટે ધરપકડની જરૂર રહેશે નહીં. મેજિસ્ટ્રેટના ઓર્ડર બાદ આરોપીના હેન્ડરાઈટિંગ, વોઈસ અથવા ફિંગર પ્રિન્ટના સેમ્પલ લઈ શકાશે.
ગુનેગારનો રેકોર્ડ થશે ડિજિટલઃ દરેક પોલીસ સ્ટેશન અને જિલ્લામાં એક એવા અધિકારીની નિમણુંક કરવામાં આવશે, જે ગુનેગારોનો રેકોર્ડ રાખશે.

Follow Me:

Related Posts