fbpx
ગુજરાત

ગૃહમંત્રી અમિત શાહની સારંગપુર સ્થિત પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરમાં મુલાકાત

ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહે 31 ઓક્ટોબર 2024ના રોજ સારંગપુર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પધાર્યા. અહીં પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓનું સ્વાગત કર્યું અને પૂ. નારાયણમુનિ સ્વામીએ તેમને હાર પહેરાવ્યો. અન્ય વડીલ સંતો સાથે મુલાકાત કર્યા બાદ તેમણે પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી. અહીં દર્શન- પ્રાર્થના, આરતી કરતાં તેઓ પ્રમુખસ્વામી મહારાજના સ્નેહલ સંસ્મરણોમાં ગરકાવ થઈ ગયા હતા. અહીં તેમણે ભારત દેશની પ્રગતિ, સુરક્ષા અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ અહીં ચાલતા સંત પ્રશિક્ષણ કેન્દ્રમાં પધારી પ્રશિક્ષણ પ્રાપ્ત કરતા સંતોને મળી તેઓ સાથે વાર્તાલાપ સાધ્યો હતો. અંતે, તેમણે પરિવારના સભ્યો સાથે પ્રસાદ ગ્રહણ કરીને વિદાય લીધી.

Follow Me:

Related Posts