fbpx
ગુજરાત

ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રામાં ભાગ લેવા ૧૧-૧૨ જુલાઇએ અમદાવાદ આવશે

ગૃહમંત્રી અમિત શાહ આગામી ૧૧-૧૨ જુલાઈના રોજ અમદાવાદ આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે અષાઢી બીજે દર્શને પણ જશે. તેઓ દર વર્ષે અષાઢી બીજે રથયાત્રા પૂર્વે સવારે થતી મંગળા આરતીમાં પરીવાર સાથે ઉપસ્થિત રહે છે.

ગત વર્ષે કોરોનાને કારણે હાઈકોર્ટે રથયાત્રા સામે મનાઈ ફરમાવી હતી. દરવર્ષે અષાઢી બીજની વહેલી પરોઢે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેતા અમિત શાહ ગત વર્ષે આવી શક્યા નહોતા. આ વર્ષે ૧૨ જુલાઈને અષાઢી બીજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં રથયાત્રાના નગરચર્યા સંદર્ભે હજી સુધી સરકાર તરફથી કોઈ જ ર્નિણય લેવાયો નથી.

જાે કે, હાલમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને વેક્સિનેશન કવરેજ પણ વધી રહ્યું છે. આ સંજાેગોમાં વધુ ભીડ એકત્ર ન થાય તે ઉદ્દેશયથી મર્યાદિત નાગરીકો સાથે કડક પ્રતિબંધો વચ્ચે અથવા તો અષાઢી બીજના દિવસે સંપૂર્ણ કરફ્યૂ વચ્ચે રથયાત્રા યોજવા સંદર્ભે આગામી ૧૦ દિવસમાં સરકાર ર્નિણય કરશે.

ગત સપ્તાહે ત્રણ દિવસની મુલાકાત વખતે અમિત શાહે ભાજપ સંગઠન અને સરકારની કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આગામી મુલાકાતમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિકાસના કામોના લોકાર્પણ, ખાતમૂર્હત માટે જાહેર કાર્યક્રમ યોજવા સ્થાનિક વહિવટી તંત્રએ તૈયારી આદરી છે.

Follow Me:

Related Posts