રાજયના ગૃહ અને રમતગમત રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ અમરેલી સ્થિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સ્પોર્ટ્સ સંકુલના ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો હતો. રાજયમંત્રીશ્રીએ અમરેલીના વિવિધ ભાગોમાં વહેંચાયેલા સ્પોર્ટ્સ સંકુલના મુલાકાત દરમિયાન સ્પોર્ટ્સ સંકુલના પ્રગતિ હેઠળના કામોનું નિરીક્ષણ પણ કર્યુ હતુ. તેમણે પ્રગતિ હેઠળની આ કામગીરી માટે વિગતવાર માહિતી મેળવી આ કામગીરી સત્વરે પૂર્ણ થાય તે જોવા માટે સૂચના આપી હતી. આ તકે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી કુરેશી અને સ્પોર્ટ્સ સંકુલના શ્રી પૂનમબેન ફૂમકિયા દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
ગૃહ અને રમતગમત રાજયમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી સ્થિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી

Recent Comments