ગુજરાત

ગૃહ મંત્રાલયે કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો

કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને સોમવારે કેન્દ્ર સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. ભારત સરકારે નવા વર્ષની શરૂઆતમાં કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સામે મોટી કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે ગોલ્ડીને આતંકવાદી જાહેર કર્યો છે. આ સંદર્ભે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે.

જાણીતા પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટર માઇન્ડ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકનો ગણાતો હતો. ઉલ્લેખનીય છે કે, સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી લેતો વીડિયો ગોલ્ડી બ્રારે જાહેર કર્યો હતો. તેના વીડિયો સંદેશમાં ગોલ્ડી બ્રારે કહ્યુ હતુ કે, ‘મૂસેવાલા કેસમાં મારું નામ જાેડાયું છે. મને કોઈ પસ્તાવો નથી. મેં પહેલાં પણ કહ્યુ હતુ કે, આ કામ મેં કરાવ્યું છે. સિદ્ધૂ દોષી હતો. અમારા બે ભાઈની હત્યામાં તેનો હાથ હતી. મૂસેવાલાએ તેની ગાયક તરીકેની ઇમેજને સત્ય સાબિત કરવાની કોશિશ કરી હતી. તેણે એવી ભૂલો કરી હતી કે જે ભૂલી શકાય નહીં.

તેને સજા મળવાની જ હતી.’ ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૨૯ મેના દિવસે પંજાબના માનસા જિલ્લામાં સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ત્યારે કોઈ સંબંધીને મળવા જઈ રહ્યા હતા. હથિયારધારી ચાર અસામાજિક તત્વોએ સિદ્ધૂની થાર પર હજારો ગોળીઓ ચલાવી હતી. સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધા પછી પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના કેનેડામાં રહેતા સહયોગી સતિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારનો એક ડેટાબેઝ તૈયાર કર્યો હતો. પોલિસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયર પ્રમાણે, બિશ્નોઈ ૧૨ વર્ષોમાં ૩૬ ગુનાઓમાં સંડોવાયેલો હતો. ત્યાં ગયા ૨૦ મહિનામાં બ્રારને ૮ કેસમાં આરોપી સાબિત કરવામાં આવ્યો છે.

Related Posts