fbpx
ગુજરાત

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી ૪૦ નવી બસોનો પ્રારંભ કરાવ્યો

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવી ૪૦ એસટીના લોકાર્પણ કરી એસટી બસના મુસાફરી કરી છે. સાથે જ શિક્ષણમંત્રી, ધારાસભ્યઓએ બસમાં મુસાફરી કરી હિન્દી ફિલ્મોના ગીતો ગાઈ મજા માણી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રવાસીઓની સુરતથી વિશ્વામિત્રી, પાવાગઢ, મોઢેરા માટે બસોની માંગ હતી. આ બસોની માંગ આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પૂર્ણ કરવામાં આવી છે. સુરતના સરથાણા ખાતેથી આજરોજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શિક્ષણ મંત્રી પાનસેરીયા સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી આપી ૪૦ નવી બસો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ બસો રોજે સુરતથી વિશ્વામિત્રી, પાવાગઢ, મોઢેરા ખાતે જવા ઉપડશે, જેથી સૌરાષ્ટ્રવાસીઓને મુસાફરી માટે મોટો ફાયદો થશે. બસને લીલી ઠંડી આપ્યા બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત ધારાસભ્ય કોર્પોરેટરો સહિતના આગેવાનોએ બસમાં મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ફિલ્મી ગીતો ગાઈ મુસાફરીની મજા માણી હતી. બસમાં ગીતોની મહેફિલ ચાલી હતી. બસમાં મુસાફરી બાદ એક હોટેલ પર બસ રોકી ચાની પણ ચુસકી મારી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ૪૦ બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવાઈ છે. અત્યાર સુધીમાં ૪૦૦ બસોનું લોકાર્પણ થયું છે. આવનારા અઠવાડિયામાં બીજી ૪૦ બસ શરૂ કરાશે. આવનારા વર્ષમાં ૨ હજાર નવી બસો શરૂ કરાશે.

Follow Me:

Related Posts