ગેનીબેન માટે પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં જનસભાને સંબોધશે, પ્રિયંકા ગાંધી ૩ મેએ ગુજરાત આવશે
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ બેઠકો પર મતદાન યોજાશે. આ પહેલા પીએમનરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતનાનેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યાં છે. વલસાડનાધરમપુરમાં સભાને સંબોધ્યા બાદ પ્રિયંકા ગાંધી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાંજનસભાનેસંબોધશે.
પ્રિયંકા ગાંધી ૩ મેએ ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાંગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી ૩ મેએ સવારે ૧૧ કલાકે લાખણીમાંજનસભાનેસંબોધશે.આ પહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે વલસાડનાધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જનસભાનેસંબોધી હતી.પીએમ મોદી પણ બનાસકાંઠાનાડીસામાં૧ મેએજનસભાનેસંબોધશે. પીએમ મોદી ભાજપના બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી માટે મત માંગશે.બનાસકાંઠામાંકોંગ્રેસેગેનીબેનઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભાજપે રેખાબેનચૌધરીને ટિકિટ આપી છે. બનાસકાંઠા બેઠક પર બે મહિલાઓ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર ઠેર ઠેર રોડ શો સહિત જનસભાઓ કરીને મતદારોનેઆકર્ષવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
Recent Comments