ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ક્લિનિક કે ડૉક્ટરની માહિતી આપનારને રૂ.11 હજારનું પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાશે
સમાજમાં પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓની ધટતી જતી સંખ્યાની સરેરાશને વધારવા
ભારત સરકાર દ્વારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ—૧૯૯૪ અમલમાં મુકવામાં આવેલ છે. તાજેતરમાંપી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત ભાવનગર જિલ્લાની જિલ્લા એડવાઈઝરી કમીટીની બેઠક જિલ્લાકલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.જેમાં થયેલ નિર્ણય મુજબ ભાવનગર જિલ્લામાંગર્ભનું જાતિય પરીક્ષણ કરતા હોય તેવા ડોકટરો, ક્લિનીક, સંસ્થાઓ કે જયાં ગર્ભમાં રહેલ બાળક અંગેજાતિનું પરીક્ષણ કરવામાં આવે છે તેની વિગતો તેમજ અનરજીસ્ટર્ડ સ્થળ, કલીનીક કે યોગ્ય લાયકાત નધરાવતા વ્યકિત સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા હોય તે અંગેની માહિતી કે બાતમી આપવામાં આવેઅને જો આપવામાં આવેલ માહિતી સત્ય ઠરે તો ગર્ભનું જાતિય પરીક્ષણ કરનાર સામે કાયદાકીય કાર્યવાહીકરવામાં આવશે. તેમજ માહીતી, બાતમી આપનારને નક્કી કરેલ શરતો અને નિયમોને આધીન સરકારશ્રીતરફથી રૂા.૧૧,૦૦૦/-ની રકમ પ્રોત્સાહન પેટે આપી સન્માનવામાં આવશે.
આ માટે બાતમીદારશ્રીએ માહિતી જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત-ભાવનગરની કચેરી ખાતે લેખિતમાં પોતાનું નામ, સરનામુ તેમજમોબાઇલ નંબર સાથે ગર્ભનું જાતિય પરીક્ષણ કરનાર ડોકટર, સંસ્થા, ક્લિનીકની વિગતો સાથે બંધ કવરપર “ખાનગી” લખી મોકલવાના રહેશે.વધુ વિગત માટે જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (PNDT) અને મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભાવનગરનો સંપર્ક કરવા યાદી દ્વારા જણાવાયું છે.
Recent Comments