ગેસની સમસ્યાથી કંટાળી ગયા છો? તો આજથી જ શરૂ કરી દો આ વસ્તુઓનું સેવન
આજકાલ અનેક લોકો ગેસની સમસ્યાથી પીડાતા હોય છે. ગેસને કારણે અનેક લોકોને બીજી મોટી-મોટી તકલીફો થતી હોય છે. આ તકલીફોને કારણે વ્યક્તિ કંટાળી જાય છે અને બીજું કંઇ કામ કરવાનું મન પણ થતુ નથી. ગેસની તકલીફને કારણે ઘણાં લોકોને પેટમાં સતત દુખાવો પણ થતો હોય છે. અનેક મસાલાવાળા ખોરાકને કારણે પણ પેટમાં ગેસ થતો હોય છે. આમ જો તમે આ તકલીફથી કંટાળી ગયા છો તો આ 4 વસ્તુઓનું સેવન કરો. આ 4 વસ્તુઓનું સેવન કરવાથી ગેસની તકલીફમાંથી રાહત મળે છે.
આદું
આદું એક એવું છે જે અનેક સમસ્યાઓ માટે સૌથી બેસ્ટ છે. શરદી-ઉધરસમાંથી રાહત મેળવવા માટે આદુંનો રસ સૌથી બેસ્ટ છે. આદુંમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે જે પેટની સમસ્યાને દૂર કરે છે. જો તમે આદુને ગરમ પાણીમાં ઉકાળીને એની ચા પીવો છો તો પેટ માટે ખૂબ ફાયદાકારક છે.
નારંગી
નારંગીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. જો તમે નારંગીનો જ્યૂસ પીવો છો એના કરતા તો જો તમે નારંગી આખી જ ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. નારંગી ખાવાથી કબજીયાતની તકલીફ પણ થતી નથી.
બીજ
ગેસની અનેક તકલીફોને દૂર કરવા માટે કોઇ પણ પ્રકારના બીજ તમે ખાઇ શકો છો. બીજમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચન તંત્ર સારુ રહે છે જેના કારણે ગેસ અને પેટના દર્દની અનેક તકલીફો દૂર થાય છે.
લીંબુ
લીંબુ અનેક બીમારીઓને ભગાડવા માટેની સૌથી સારી દવા છે. જો તમને સતત ચક્કર આવતા હોય તો તમે લીંબુ શરબત પીવો છો તો તમને ચક્કર આવતા બંધ થઇ જાય છે અને સાથે-સાથે તમારી ઇમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. લીંબુમાં પેક્ટિન ફાઇબર હોય છે જે ગેસને લગતી અનેક તકલીફોને દૂર કરવા માટેની તાકાત ધરાવે છે.
Recent Comments