fbpx
ગુજરાત

ગોંડલના અનેક ગામોમાં વીજપૂરવઠો ખોરવાતા ગામલોકોએ PGVCL કચેરીએ હોબાળો કર્યો

રાજકોટને મેઘરાજાએ બરાબર ધમરોળ્યુ છે. ત્યારે રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારો પાણી ગરકાવ થયા હતા. જેના પગલે પારાવાર નુકસાન થયુ છે. ગોંડલના અનિડા ભાલોડીમાં વીજળીના ધાંધિયા હોવાથી ૨૦૦ જેટલા ગ્રામજનોએ એકત્ર થઈને ઁય્ફઝ્રન્ની કચેરીમાં જઈને વિરોધ કર્યો છે. ૭ દિવસથી વીજળી નહીં મળતી હોવાની લોકોની રાવ છે. અનિયમિત વીજળીના કારણે લોકોને મુશ્કેલીનો વારો આવ્યો છે. ગ્રામજનોએ રામધૂન બોલાવી નિયમિત વીજળીની માગ કરી છે. ઁય્ફઝ્રન્ના કર્મચારી જવાબ નહીં આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઁય્ફઝ્રન્ કર્મચારી ગ્રામજનો સાથે ગેરવર્તણૂંક કરી છે. જાે હજી પણ વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદથી વીજસેવાને માઠી અસર થઈ છે. રાજકોટ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, જુનાગઢમાં વધુ અસર થઈ છે. ભારે પવન અને વરસાદના કારણે ૧,૧૨૨ થાંભલા પડ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ૧,૫૨૮ ફીડરો બંધ હાલતમાં છે. સૌથી વધુ ખેતીવાડીમાં ૧,૨૨૪ ફીડર બંધ થયા છે. ૬૭ જેટલા ટીસી બળી ગયા તો કેટલાક ડેમેજ થયા છે. મળતી માહિતી અનુસાર ૬૧૩ ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે. ઁય્ફઝ્રન્ની ટીમ અને કોન્ટ્રાક્ટરો દ્વારા તેજ ગતિએ સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે. વીજ પુરવઠો કાર્યરત કરવા રાઉન્ડ ધ ક્લોક રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts