સૌરાષ્ટ - કચ્છ

ગોંડલના ઉમવાળા ગામે સિંહે ગાયને મારી નાખતા ગ્રામજનોમાં ભયનો માહોલ

પ્રતિ વર્ષ શિયાળાની શરૂઆતમાં ગીરના સાવજાે ગોંડલ પંથકની મહેમાનગતિ માણતા હોય ચાર વર્ષ પહેલાં તાલુકાના શિવરાજગઢ ગામે પણ સિંહ આવ્યો હતો અને ન્યુઝ કવરેજ કરવા પહોંચેલા ગોંડલના પ્રેસ ફોટોગ્રાફર ઉપર હૂમલો કર્યો હતો. જાે કે સદનસીબે ફોટોગ્રાફરનો બચાવ થયો હતોગીરના સાવજાે પ્રતિ વર્ષ શિયાળાની શરૂ આતમાં ગોંડલ પંથકમાં લટાર મારવા આવતા હોય છે ત્યારે ગોંડલ પંથકના છેવાડે આવેલા ઉમવાળા ગામે મોડી રાત્રીના સિંહ ત્રાટક્યો હતો અને એક ગાયનું મારણ કર્યું હતું.

આ મારણની ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પંથકમાં સિંહ આવ્યાની ઘટનાની જાણ મોટા ઉમવાળા ગામના કેટલાંક ખેડૂતો દ્વારા વન વિભાગને કરાતા વનકર્મીઓએ ઉજળાની સીમમાં પહોંચી સિંહને કેદ કરવા પાંજરા ગોઠવ્યા હતા. સિંહનો પશુઓ ઉપર હુમલો અને મારણની ઘટનાને લઈ ઉમવાળા ગામ આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

Related Posts