ગોંડલના ગુંદાસરા ગામે ગત મોડીરાતે મરચા ભરેલા ટ્રક સાથે વીજતાર સ્પર્શતા આગ લાગી હતી. જાેતજાેતમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આખો ટ્રક આગની ઝપેટમાં આવી ગયો હતો. ભીષણ આગથી આસપાસમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ટ્રક સાથે તેમાં ભરેલા મરચા પણ આગમાં ખાખ થઈ ગયા હતા. આથી લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યાનું સ્થાનિકો લોકો પાસેથી જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા ગોંડલથી ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ આગમાં લપેટાયેલા ટ્રક પર પાણીનો મારો ચલાવી આગની કાબૂમાં લીધી હતી. જાેકે, આગ કાબૂમાં આવે તે પહેલા જ ટ્રક અને મરચા બળીને ખાખ થઈ ગયા હતા. ટ્રક ક્યાંથી મરચા ભરીને આવતો અને ક્યાં જતો હતો તે તપાસ બાદ જ જાણવા મળશે. ટ્રકમાં આગ લાગતા જ ટ્રકચાલકે સમયસુચકતા વાપરી ટ્રકમાંથી બહાર નીકળી ગયો હતો. આથી તેનો બચાવ થતા કોઈ જાનહાનિ પહોંચી નથી. જાેકે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો.


















Recent Comments