fbpx
ગુજરાત

ગોંડલના ગોડાઉનમાંથી દારૂની પેટીઓ સાથે ૪ લોકો ઝડપાયા

તુલસી ઇન્ડસ્ટ્રીયલ ઝોન સરવે નંબર ૭૧૨ પ્લોટ નંબર ૧૪ ની બાજુમાં મયુર એગ્રી એક્સપોર્ટ કારખાનાની સામે તેમજ કૃષ્ણ ફૂટ ગોડાઉનની બાજુમાં નામ ઠામ વગરના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમી પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાને મળતા તેઓ દ્વારા તાલુકા પોલીસને સતર્ક કરવામાં આવતા પી.એસ.આઇ ડી.પી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ રાઠોડ, જગદીશભાઈ ગોહિલ, મુકેશભાઈ મકવાણા, શક્તિસિંહ જાડેજા, છત્રપાલસિંહ જાડેજા, અલ્પેશભાઈ ડામશીયા સહિતનાઓ દ્વારા દરોડો પાડવામાં આવતા ગોડાઉનમાંથી ૨૧૨ પેટી વિદેશી દારૂની જથ્થો મળી આવતા ધર્મરામ કેશારામ શર્મા રહે. લોલી (રાજસ્થાન), અબરાજખાન જલીલખાન ફકીર રહે, ગાગિવાડા (મધ્યપ્રદેશ), જગવીરસિંહ રમેશસિંહ જાટ રહે ગાગીવાડા (મધ્યપ્રદેશ), ટીનકુભાઈ શ્રીદયારામ સિંહ યાદવ રહે, ગહેતાલિર્નિમલ (ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો ખરીદ કરવા માટે આવેલનો કુલ રૂ. ૨૭,૯૬૦૦૦/- નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ વિદેશી દારૂના વેપલામાં સન્ની નામના શખ્સની સંડોવણી હોય તેને તેમજ ઈનોવા અને ગોડાઉન નાં માલિકને ઝડપવા પોલીસને ચક્રો ગતિમાન કર્યા હતા.ગોંડલ જામવાડી જીઆઇડીસીના પાછળના ભાગે આવેલ તુલસી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં નામ વગરના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો.

આ અંગેની બાતમી ડીવાયએસપી પી.એ.ઝાલાને મળતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં વિદેશી દારૂની ૨૧૨ પેટી સાથે પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે વિદેશી દારૂ ખરીદી કરવા માટે આવેલ બે ઇનોવા કારના માલિક તેમજ અન્ય એક શખ્સને ઝડપવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Follow Me:

Related Posts