રાજકોટ જિલ્લામાં ગોંડલના માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હાલ મહિપતસિંહ પોતાના રિબડા ખાતે આવેલ ઘરમાં કોરાંટાઇન થયા છે. તેમજ પરિવારના અન્ય સભ્યોના પણ રિપોર્ટ હાલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જાે કે માજી ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમર્થકોમાં ચિંતા જાેવા મળી રહી છે.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહને કોરોના થતા તેમના સમર્થકોમાં ચિંતા જાેવા મળી છે. હાલમાં તેઓ પોતાના ઘરમાં જ ક્વોરેન્ટાઈન થયા છે. આ સાથે તેમના પરિવારજનોના રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. બીજા અન્ય કોઈ કોરોના પોઝિટિવ છે કે નહીં તે દિશામાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા કોરોના પોઝિટિવ

Recent Comments