fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલના મહિલા પોલીસ સ્ટેશને યુવાને ઝેરી દવા પી લેતા પોલીસ સ્ટેશનમા મચી અફડાતફડી

ગોંડલના મહિલા પોલીસ સ્ટેશને ગુંદાસરા રહેતા યુવાને ઝેરી દવા પી લેતા પોલીસ સ્ટેશનમા ઘડીભર અફડાતફડી મચી ગઇ હતી. યુવાનને સારવાર માટે તુરંત સિવિલ હોસ્પિટલ અને બાદ મા ડો.સુખવાલા હોસ્પિટલ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુળ બાબરાના ત્રંબોડા ગામનો અને છેલ્લા એક વર્ષથી કોટડાના ગુંદાસરા ગામે રહેતો જગદીશભાઈ માધાભાઇ જાદવ (ઉ.વ.૩૨) મહિલા પોલીસ સ્ટેશને ઘસી જઈ ઝેરી દવા પી લેતા ફરજ પરનો સ્ટાફ અવાચક બની ગયો હતો. બાદ આ પીએસઆઇ કદાવાલાએ યુવાનને તુરંત સારવારમા ખસેડ્યો હતો. જાે કે પીએસઆઇ કદાવાલાએ કહ્યુ કે યુવાન બહારથી જ ઝેરી દવા પીને પોલીસ સ્ટેશને આવ્યો હતો. ત્રણ ભાઇઓના પરીવારમા જગદિશ નાનો છે.

તેણે પાંચવડાની પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ પત્નિ એક વર્ષથી ગુંદાસરા ગામે રહેતા હતા. આ દરમિયાન અઠવાડીયા પહેલા શ્રાદ્ધ હોય યુવતીના પિતા તેણીને ઘરે લઈ ગયા હતા. બાદમા જગદીશભાઈને પત્નિના છુટાછેડાના પેપર મોકલાવ્યા હોય જગદીશભાઈ પરેશાન હતા. તેની પત્નિના માવતરે બળજબરી પૂર્વક છૂટાછેડાના પેપરમા તેની પત્નિની સહી કરાવી લીધી છે. મારી નજર સામે મારી પત્નિ સહી કરે તો હુ છુટાછેડા માનુ બાકી નહીં આ દરમિયાન રાત્રે તેની પત્નિનો ફોન આવ્યો હતો અને મને અહીં ત્રાસ આપતા હોઇ છોડાવી જવાનુ જણાવતા જગદીશભાઈ વિહવળ બન્યા હતા. અને પત્નિને તેણીના માતાપિતા પાસેથી છોડાવવાની વાતને લઈને પોલીસ મથકમાં ઝેર પીધુ હતુ. હાલ યુવાન સારવારમાં છે.

Follow Me:

Related Posts