ગોંડલની ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ગોંડલની ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ટાઉનહોલ ગોંડલ ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ ૧૦, ૧૨ કોમર્સ અને સાયન્સમાં અભ્યાસ કરી માર્ચ ૨૦૨૨ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને તથા બોર્ડમાં ટોપ ટેન આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ટાઉનહોલ ગોંડલ ખાતે યોજાયો હતો. જેમાં ધોરણ ૧૦માં રૈયાણી મહેક તેમજ ધોરણ ૧૨ કોમર્સમાં દેવળીયા દેવાંગી ૯૯.૯૯ પીઆર મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ સ્કૂલ દ્વારા લેપટોપ આપવામાં આવ્યું હતું. તેમજ ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતાં વેકરીયા દર્શન ય્ેંત્નઝ્રછ્ ૨૦૨૨ની પરીક્ષામાં ૧૨૦માંથી ૧૧૨ માર્ક્સ મેળવતા સ્કૂલ તરફથી તેમને ટેબલેટ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ધોરણ – ૧૦ બોર્ડ ટોપ ટેનમાં આવનાર સોરઠીયા રિધમ, રામાણી રીવા, પારખીયા ક્રિશ, જાડેજા રાજવીબા, ઠુંમર નીવા, વાડોદરીયા ધ્રુવી ઉપરોક્ત બધા જ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ટેબલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મેડીકલ તેમજ ગુજરાતની નામાંકિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ગંગોત્રી ગૃપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપ છોટાળા, પ્રિન્સિપલ કિરણ છોટાળા, ટ્રસ્ટી દિલીપ હડિયા, ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર દિપેન છોટાળાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમની જહેમત સ્કૂલની મેનેજમેન્ટ ટીમ તેમજ શિક્ષકો દ્વારા ઉપાડવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાખન જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.
Recent Comments