ગોંડલમાં આમ આદમી પાર્ટી કાર્યકરોએ પાટીલ તેરી ગુંડાશાહી નહી ચલેગીના નારા ઉચ્ચાર્યા
બે દિવસ પહેલા સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ૨૭ કોર્પોરેટરો દ્વારા સુરત મહાનગર પાલિકાની બજેટની સામાન્ય સભા ઓનલાઈન રાખતા વિપક્ષ આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરતા જ આપના કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી હતી. જેના પડઘા ગોંડલમાં પડ્યા છે. ગોંડલમાં આમ આદમી પાર્ટી દ્વારા બસ સ્ટેન્ડ ચોકમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરોએ પાટીલ તેરી ગુંડાશાહી નહીં ચલેગી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં વિપક્ષની ભૂમિકા મહત્વની હોય છે. જેને સત્તાધારી પક્ષ દ્વારા દબાવવામાં આવતા તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ તકે પ્રદેશ સંગઠન મંત્રી નિમિષાબેન ખૂંટ, ગોંડલ વિધાનસભા અધ્યક્ષ કેયુર શેખડા તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો.
ગોંડલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સી.આર. પાટીલના ફોટા સાથેના બેનર હાથમાં પકડ્યા હતા. તેમજ પાટીલ તેની તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી, ઇન્કલાબ ઝીંદાબાદના નારા લગાવ્યા હતા.
Recent Comments