સૌરાષ્ટ - કચ્છ

ગોંડલમાં ગૌ સેવકોએ મોડી રાત્રે કતલખાને લઇ જવાતી ટ્રક ઝડપી પાડી

ગાયોને મધરાત્રે કતલખાને લઈ જવાના બનાવ અવારનવાર સામે આવે છે. આવી જ એક ઘટના ગોંડલમાં બની હતી. ગત રાત્રે ગોંડલનાં ગૌરક્ષક ગોપાલભાઇ ટોળીયાને ગાયો ભરેલી ટ્રક રાજકોટથી ગોંડલ નેશનલ હાઇવે તરફ કતલખાને લઇ જવાતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે તેમણે ગાયો ભરેલી ટ્રક પકડી હતી અને કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાના જીવ બચાવ્યા હતા.

બાતમીને આધારે ગૌ સેવકોની સાથે ગોપાલભાઇ ટોળીયાએ ચોરડી ગામ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી ગાયો ભરેલી ટ્રક પસાર થતા ગોપાલભાઈ ટોળીયા, મુકેશભાઈ ભાલાળા, ભુપતભાઈ બતાળા, વિશાલભાઈ પુરોહિત સહિતના ગૌ સેવકોએ ટ્રકનો પીછો કર્યો હતો. બાદમાં ગોડલ આશાપુરા ચોકડી પાસે ગાયો ભરેલી ટ્રકને રોકી તેમાં તપાસ કરતા આઠ ગાયો અને બે વાછરડા મળી આવ્યા હતા.

Related Posts