સૌરાષ્ટ - કચ્છ

ગોંડલમાં ધમધમતું જુગારધામ પકડયું: ૬ શખ્સોની ધરપકડ, ૪૭,380નો મુદ્દામાલ પકડાયો

લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એસ.જે.રાણા હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડને મળેલી હકીકતના આધારે ગોંડલ, મતવા વાડ, મક્કા મસ્જીદ સામે નાશીર ડાડાભાઇ ખીરાણીના મકાનમાં પૈસા તથા ગંજીપતાના પાના વડે તીનપતીનો જુગાર રમતા મુખ્તાર, સલમાન નુરસુમાર, રજાક દલવાણી, સીમ ખીરાણી, હમીદમીયા નાગાણી, મુસ્તુફા ગોડીલ સહિતનાઓને કુલ રોકડ રકમ રૂ. 31,380/- સહિત કુલ રૂ. 47,380/-ના મુદામાલ સાથે પકડી કાર્યવાહી કરવામાં આવી હતી.

જસદણના બાખલવડમાં જુગાર રમી રહેલા 6 શખ્સની સરભરા કરાઇ જસદણના ભાડલા પોલીસ મથક હેઠળના રાજાવડલાની સીમમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ભાવેશ ઘોડકીયા, ઉમેશ ઘોડકીયા, વિશાલ ઘોડકીયા, જયસુખ ઘોડકીયા, જયસુખ ઘોડકીયા, સુરેશ ઘોડકીયા, જેન્તી ઝાલા, જયરાજ ઝાલા, વિપુલ ઝાલા, મહિપત ઓળકીયા, પ્રવિણ ઓળકીયાને રોકડા રૂ. 14,510ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી હાથ ધરી હતી. બીજા બનાવમાં જસદણના બાખલવડ ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્મશાન પાછળ જુગાર રમતા મુન્ના મકવાણા, વિજય મેવાસીયા, ધવલ ગલચર, સુનીલ ગાબુ, હિતેષ બોઘા માણકોલીયા અને વિપુલ એઘાણીને રૂ. 26,500ની રોકડ સાથે દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts