ગોંડલમાં પોલીસના ભય વગર પોલીસ સ્ટેશનની બાજુની દુકાનમાં ચોરી કરાઈ

રાજકોટના ગોંડલમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. શહેરના જૂના અંબાજી મંદિરની બાજુમાં નવી-જૂની અને ફાટેલી મોટો બદલવાનો વેપાર કરતા એક વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનનો પાછળનો લોખંડનો દરવાજાે તોડી અંદર ઘૂસ્યા હતા અને ૫ લાખ રોકડ રકમની ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ દુકાનથી પોલીસ સ્ટેશન ૧૦૦ મીટર જ દૂર હોવા છતાં તસ્કરોએ પોલીસની બીક રાખ્યા વગર દુકાનમાં હાથફેરો કર્યો હતો. જાેકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દુકાન માલિક બિપીનભાઈ મૃગ દુકાને પહોંચ્યા તો અંદર બધુ વેર-વિખેર પડ્યું હતું.
આથી તેને ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પોલીસે દુકાનની અંદર તપાસ કરી હતી. બિપીનભાઇના કહેવા મુજબ ૫ લાખ રોકડ રકમની ચોરી થઇ છે. પોલીસે બિપીનભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દુકાનની પાછળનો દરવાજાે લોખંડનો છે અને તે કોઇથી તૂટે તેમ હતો નહીં. પરંતુ તસ્કરોએ આ જ દરવાજાે તોડી અંદર ઘૂસ્યા હતા અને ચોરી કરી હતી. દુકાનના સીસીટીવીના આધારે તસ્કરોએ દુકાનની અંદર એક કલાક સુધી ધામા નાખ્યા હતા. જેમાં ટેબલો ફંફોળીને રોકડ રકમ લઇ ગયા છે. તેમજ દુકાનની અંદર રહેલો સામાન પણ વેર વિખેર કરી નાખ્યો હતો. તસ્કરોએ નવી નોટોની સાથે જૂની નોટોની પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બિપીનભાઈની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
Recent Comments