ગુજરાત

ગોંડલમાં બે બાળકોના પિતાએ આર્થિક સંકળામળના લીધે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ગોંડલમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકોના પિતાએ આપઘાત કરી લેતાં બાળકોએ પિતની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. એસ.આર.પી કંપનીમાં કુક તરીકે ફરજ બજાવતા યુવાને ગળા ફાંસો ખાઇ આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. ૩૬ વર્ષિય નરેન્દ્રભાઈ રામજીભાઈ પરમાર નામના યુવકે આર્થિક સંકળામણના લીધે ગળાફાંસો ખાધો હોવાની વિગતો મળી આવી છે.

એક પુત્ર અને પુત્રીના પિતા નરેન્દ્રભાઈએ આર્થિક સંકળામળના કારણે પોતાના ક્વાર્ટરમાં પંખા સાથે લટકી ગળાફાંસો ખાતા પરિવાર પર દુઃખોનું આભ તુટી પડ્યું છે. મૃતકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ ગોંડલ શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ કેરાળીયાએ આ ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts