fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલ એસટી ડેપોમાં બસનું ટાયર વૃદ્ધા ઉપર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

ગોંડલના એસટી ડેપોમાં બસનું તોતિંગ વ્હિલ અજાણ્યા વૃદ્ધા ઉપર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગોંડલ એસટી ડેપોના ગેઇટમાંથી બહાર નીકળી રહેલી કમરકોટડા-ગોંડલ-રાજકોટ રૂટની લોકલ બસ જીજે-૧૮ ઝેડ-૩૯૩૦ સાથે ડ્રાયવર મહેન્દ્રસિંહ પરમાર પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક આશરે ૭૦ વર્ષના વૃદ્ધાને અડફેટે ચડી જતા મહિલાના માથા ઉપર બસનું વ્હિલ ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવને પગલે શહેર પોલીસે ઘટનાસ્થળે દોડી આવી અજાણ્યા વૃદ્ધાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. વૃદ્ધાના મોતથી લોકોમાં રોષ જાેવા મળ્યો હતો. જાેકે પોલીસ આવતા જ લોકોનું ટોળું વીખેરાયું હતું.

બે મહિના પહેલા ધોરાજી ખાતે રહેતા મુસ્લિમ પરીવારનાં ઘરે લગ્ન પ્રસંગ હોય અને જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના મુસ્લિમ યુવાનો મુસ્તાકમીયા ઈબ્રાહીમમીયા સઈદ, હેજલભાઈ બસીરભાઈ રંગોનીયા અને સોહીલ મહમદ હનીફ મયરી સૈઈદ ધોરાજી લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. લગ્ન પતાવી રાત્રે ૧૧-૩૦ કલાકે ધોરાજીના જૂનાગઢ રોડ પર લવલી વે બ્રીજ પાસે બે બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા. આ ઉપરાંત અન્ય બાઈક સવાર મહમદશા અબ્દૂલ રજાકશા પોતાનું બાઈક લઈને નોકરીના કામે કારખાને જતા હતા. તેને પણ ટ્રક ચાલકે અડફેટે લેતાં ગુપ્તભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

Follow Me:

Related Posts