fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલ જનસેવા કેન્દ્રમાં જન્મદિવસ ઉજવનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ ગુનો દાખલ

ગોંડલના જેલચોક વિસ્તારમાં આવેલું જનસેવા કેન્દ્ર ભાજપના નેતાઓ માટે જલ્સા કેન્દ્ર બની ગયું હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. ગોંડલ શહેર ભાજપ પ્રમુખ અને શહેર ભાજપ મંત્રીના જન્મદિવસની ઉજવણી જનસેવા કેન્દ્રમાં કેક કાપીને કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોની ઐતીતૈસી કરી નાખી હતી. તેમજ ભાજપના નેતાઓ માસ્ક વગર જાેવા મળ્યા હતા.આ વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સીટી પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકાના જેલચોકના જનસેવા કેન્દ્રમાં શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધત્રા અને શહેર ભાજપ મંત્રી બીપીનભાઈ નિમાવતનો જન્મદિવસ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવાની સાથે દબદબાભેર ઉજવાયો હતો. જેમાં શોકબકોર સાથે કેક કપાય હતી અને ગિફ્ટો આપવામાં આવી હતી. છેલ્લા બે મહિનામાં કોરોનાથી હજારથી પણ વધુ લોકોના મોત થયા છે અને ઘરે ઘરે શોકનું વાતાવરણ છે ત્યારે ભાજપના નેતાઓએ જન્મદિવસની ઉજવણી કરી કરી છે સરકારની ગાઈડલાઇનનો ઉલાળિયો કર્યો હતો.સમગ્ર ઘટના પોલીસના ધ્યાને આવતા પી.આઈ એસ એમ જાડેજા દ્વારા તપાસના આદેશ અપાયા હતા અને બંને આગેવાનો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો.

Follow Me:

Related Posts