ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ૨ લાખ ગુણ રેકોર્ડ બ્રેક આવક
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણા ની રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે. હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૨ લાખ મણ ચણાની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. મબલખ ચણાનો પાક થતા ચણાની આવકથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉભરાયું હતું.વિવિધ જણસીઓની પુષ્કળ આવકથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં માલ રાખવા માટે જગ્યા ઓ ખૂટી હતી.સૌરાષ્ટ્ર ભર ના ખેડૂતો વેચાણ માટે ઉમટી પડતા યાર્ડ માં જ્યાં જુઓ ત્યાં માત્ર ચણા જ નજર આવી રહ્યા છે. ત્યારે હરરાજીમાં ચણાના ભાવ ૨૦ કિલોના ૭૬૧ થી ૯૫૬ સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૨ લાખ મણ ચણાની આવક થઇ છે. ચણાના હરાજીમાં ૨૦ કિલોના ૭૫૦થી ૯૮૬ સુધીનો ભાવ બોલાયો છે. આ અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર જે વિશ્વાસ છે તે વિશ્વાસને કાયમી જાળવી રાખવા યાર્ડના સત્તાધીશો તેમજ કર્મચારીઓ દિવસ-રાત એક કરી મહેનત કરી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ ઊતરવાની જગ્યા ટૂંકી પડતી હોવા છતાં ખેડૂતોનો માલ વ્યવસ્થિત ઉતરી જાય તેમજ ભવિષ્યમાં નવી જમીન ભાડે રાખી બધા માલનો સમાવેશ થઈ જાય તેવું આયોજન કરી રહ્યાં છીએ.
Recent Comments