ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ
રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ છે. સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટુ ગાબડુ પડ્યું હતું. ૨૦ કિલો ડુંગળીના ભાવ ૭૦૦થી ૮૦૦ સુધી આવતા હતા. પરંતુ નિકાસબંધી બાદ ૫૦ ટકા સુધી ડુંગળીના ભાવ ગગડ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોંડલ માર્કેટમાં ડુંગળીની હરાજી શરૂ થઈ છે. ૨૦ કિલો ડુંગળીના ભાવ ૪૮૧ રૂપિયા સુધી થયા. હજુ પણ નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માગ યથાવત રાખવામાં આવી છે. તો રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માટે અનોખો વિરોધ હાથ ધર્યો છે. ખેડૂતોએ ડુંગળીને મફતમાં લોકોને વેચી છે. તો અનેક લોકોએ ડુંગળી રસ્તા પર ફેકી છે.
Recent Comments