ગોડઝિલા અને કોન્ગના બીજા મહાસંગ્રામની થઇ ગઈ છે તૈયારીઓ શરૂ
સમગ્ર વિશ્વમાં બ્લોકબસ્ટર સાબિત થયેલી ગોડઝિલા વર્સીસ કોન્ગની સીક્વલનું ટાઈટલ આખરે જાહેર થયું છે. ૨૦૨૧માં રિલીઝ થયેલી ગોડઝિલા વર્સીસ કોન્ગમાં બે મહાકાય પ્રાણીઓ વચ્ચેના મહાસંગ્રામની સ્ટોરી હતી. ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ કોન્ગઃ સ્કલ આઈલેન્ડ અને ૨૦૧૯માં આવેલી ગોડઝિલાઃ કિંગ ઓફ ધ મોન્સ્ટર્સના કેરેક્ટર્સને ભેગા કરીને આ ફિલ્મ બની હતી. માર્વેલના સુપરસ્ટાર્સની જેમ આ બંને સુપર એનિમલ વચ્ચેની લડાઈને અપાર સફળતા મળી હતી. બોલિવૂડ પણ હવે સફળ ફિલ્મોની સીક્વલ બનાવી રહ્યું છે ત્યારે હોલિવૂડ તો સીક્વલ અને ફ્રેન્ચાઈઝી માટે જાણીતું છે. ગોડઝિલા વર્સીસ કોન્ગના મેકર્સે સીક્વલ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે તેનું ટાઈટલ અને ટીઝર પણ શેર થયા છે. આગામી ફિલ્મના મોન્સ્ટરવર્સને ‘ગોડઝિલા ટકોન્ગ ’ ટાઈટલ અપાયું છે. પ્રોડક્શન બેનર લીજન્ડરી પિક્ચર્સે જણાવ્યું હતું કે, ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મનું ટીઝરમાં કેટલાક ભયંકર પ્રાણીઓ જાેવા મળે છે.
Recent Comments