fbpx
ગુજરાત

ગોડાદરામાં લૂંટેરી દુલ્હન લગ્નના ૨૪ દિવસ બાદ ૨.૪૦ લાખ લઇ ફરાર

ગોડાદરામાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. યુવકને કોટુંબિક જીજાએ ઉજ્જૈનની યુવતી સાથે લગ્ન કરાવી લગ્નના ખચના ર્‌. ૨.૪૦ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. લગ્નના એક મહિના બાદ દુલ્હન સહિતની ઠગ ટોળકી ગાયબ થઇ જતા મામલો પોલીસમાં પહોચ્યો હતો. ગોડાદરામાં ઉમિયાનગર ખાતે રહેતા સુનિલ ગિરિશંકર વૈષ્ણવ નિયોલ ગામમાં એમેઝોન કંપનીના વેરહાઉસમાં ઓપરેટર છે.
જીજાના મિત્ર છોટુજીએ જણાવ્યું કે શિવાનીના પિતા ગુજરી ગયા છે. તેઓ ગરીબ પરિસ્થિતિના છે, છોકરીના પરિવારને અઢી લાખ લગ્નની ખરીદી માટે આપવા પડશે” એવી વાત કરતા સુનિલે પોતાના બેક અએકાઉન્ટમાંઘી સાળા વિજય દેવીલાલના બેક એકાઉન્ટમાં ૨.૪૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સુનિલ શિવાની સુનિલના જીજા શિવજી છોટુજી વગેરે ઉજ્જૈનના એક મદિરમા લગ્ન કરવા ગયા હતા.
જાેકે મદિરમાં મહારાજ ન હોય લગ્ન થઇ શક્યા ન હતા ત્યારબાદ તેઓ શિવાનીને લઇ વતન રાજસ્થાનના અજમેર લગ્ન કરવા લઇ ગયા હતા તા ૧-૧-૨૧ના રોજ સુનિલે પરિવારના સભ્યોની હાજરીમા અજમેર પીગલોદ ખાતે આવેલા ગણપતિ મદિરમા શિવાની સાથે લગ્ન કરી લીધા હતા.
૨૪-૧-૨૧ના રોજ શિવાનીની માતા સુરમાબાઇ ઉર્કે લટ્‌મી તથા અન્ય બે મહિલા શિવાનીને તેડવા આવી હતી પાંચ દિવસ પછી શિવાનીને પરત લઇ જજાે એમ કહી તેઓ શિવાનીને લઇ ગયા હતા. પાંય દિવસ બાદ સુનિલે શિવાનીને કોલ કર્યો તો તેણી ફોન રિસીવ કરતી ન હતી માતાને કોલ કર્યો તેમી શિવાની બીમાર છે એવું રટણ કરતી હતી. શંકા જતા ૪-૨-૨૧ના રોજ સુનિલ ઇન્દોર તપાસ કરવા જતા તેઓ ત્યા ઘરે મળ્યા ન હતા.
જીજાજીનું ઘર પણ બધ આવતા આખરે છેતરાયાનો અહેસાસ થયો હતો લગ્નના બહાને ૨ .૪૦ લાખ પડાવી ટોળકી ભાગી છુટી હતી સુનિલે ફરિયાદ આપતા ગોડાદરા પોલીસે શિવાની સુરસિ જાદવ, શિવજી વૈણ્વવ છોટુજી. સુરમાબાઇ ઉર્ફે લક્ષ્મી વિજય દેવીલાલ સામે ગુનો નોધી તપાસ આદરી છે.

Follow Me:

Related Posts