ગોતામાં સેવન્થ એવન્યુ બિલ્ડિંગમાં સાતમા માળે લાગી આગ, ગૂંગળામણથી વૃધ્ધનું મોત
ગોતા વિસ્તારમાં આવેલી સેવન્થ એવન્યુ નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ધૂમાડાના કારણે શ્વાસ રુંધાઈ જવાથી વૃદ્ધનું મોત થયું છે. હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ગોતામાં આવેલા સેવન્થ એવન્યૂના સી બ્લોકમાં સાતમા માળે ઘરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. તેમજ ઘરમાં રહેલ બીમાર વૃદ્ધ આગની ઝપેટમાં આવતા દાઝી જતા અને ધુમાડામાં ગુંગળામણથી બેભાન થઈ ગયા હતા.
જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જાે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે સાંજે ૫ વાગ્યાના અરસામાં ગોતા વિસ્તારમાં આવેલ સેવન્થ એવન્યુ નામની બિલ્ડિંગના એક મકાનના બેડરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘરમાં રહેતા બિમાર વૃદ્ધ ૬૮ વર્ષીય જયેશભાઇ પારેખ અને એક મહિલા ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે જયેશભાઇ બીમાર હોવાથી તેઓ તાત્કાલિક દોડી શક્યા ન હતા અને થોડા દાઝી જતા અને ધૂમાડામાં ગૂંગળાઇ જતા દરવાજા સુધી પહોંચતા બેભાન થઇને પડયા હતા. આસપાસના લોકોએ બીમાર વૃધ્ધને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા.
Recent Comments