ગોધરા શહેરના ભરચક વિસ્તારમાં આવેલ શહેરા ભાગોળ ડબગરવાસ વિસ્તારમાં જુની ઈમારતની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જાે કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ડબગરવાસ વિસ્તાર ખાતે રહેતા લક્ષ્મીબેન ડી પરમારની ૭૦ વર્ષ જુની ઈમારત આવેલી છે, જ્યાં કેટલાક લોકો આ જર્જરીત હાલતમાં પડી રહેલ ઈમારતની પાસે ગેરકાયદેસર કેબીન ઉભા કરી ધંધો કરી રહ્યા છે. અવાર નવાર રજુઆતો કરવા છતાં ગોધરા નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. એક મોટી દુર્ઘટના ઘટી હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે આ જર્જરિત હાલતમાં ૭૦ વર્ષ જુની ઈમારત નીચેથી ડબગરવાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અવર જવર કરે છે.
આથી ગોધરા નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો સત્વરે મકાનના માલિકની માગણીને લઈને આ જુની ઈમારત ઉતારી આપે તો આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં. શહેરા ભાગોળ ડબગરવાસ વિસ્તારમાં આવેલ ૭૦ વર્ષ જુની ઈમારત નીચે સરકારી જગ્યામાં ગેરકાયદેસર બિન અધિકૃત બે કેબીન મુકેલી છે અને અમારું મકાન ૭૦ વર્ષ જુનું જર્જરીત હાલતમાં ભયજનક અને જાેખમકારક છે. જે અતિ ભારે વરસાદ વાવાઝોડા અને ભૂકંપ જેવી કુદરતી આફતો વેળાએ ગમે તે સમયે મકાન પડી જાય તેમ છે. તેની નીચે મૂકેલા અનઅધિકૃત કેબિનમાં નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.
અહીંયા ૫૦૦ જેટલા ડબગર સમાજના લોકો વસ્તી ધરાવતો વિસ્તાર આવેલો છે અને અહીંયા રોજ લોકો અવર જવર કરે છે માટે અમારે અમારા જર્જરિત હાલતમાં ૭૦ વર્ષ જુનું મકાન ઉતારવું છે, પરંતુ બિન અધિકૃત રીતે બેઠેલા કેબીનવાળા મકાન ઉતારવા દેતા નથી. માટે કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ તેની સંપૂર્ણ જવાબદારી દબાણ કરી બેઠેલા કેબીનવાળાઓની રહેશે. ગોધરાના ડબગરવાસ વિસ્તારમાં આજે સવારે ૭૦ વર્ષ જુની ઈમારતના ગેલેરીનો ભાગ બીજી વાર તૂટી પડતાં જાનહાની ટળી હતી.
ડબગરવાસ ખાતે ૭૦ વર્ષ જુની ઈમારત આવેલી છે વારંવાર મકાનમાલિક અને ડબગર સમાજ દ્વારા નગરપાલિકા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતાં આખરે આ વિસ્તારના રહીશોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને આ જુની ઈમારતની ગેલેરીના તૂટવાની આ ત્રીજી ઘટના છે. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને જેટલી વાર પણ ગેલેરી તૂટવાનો બનાવ રાત્રિ દરમિયાન જ બન્યો છે. આ વિસ્તારમાં રહેતા લોકોએ કહ્યું હતું કે અમારા ફળિયામાં નાના નાના છોકરાઓ છે અને તે આ જર્જરીત હાલતમાં ઈમારત નીચે જ રમે છે અને જાે કોઈ દુર્ઘટના સર્જાઈ તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા અને મકાન માલિકની રહેશે તેવું વિસ્તારના લોકો એ કહ્યું હતું.
અમે આ ૭૦ વર્ષ જુની ઈમારત માટે લેખિતમાં નગરપાલિકાને રજૂઆત કરી હતી કે આ બિલ્ડિંગ જાેખમકારક છે અને ગમે ત્યારે તૂટી પડે તેમ છે અને આ ઉપરાંત અમારા ફળિયામાં ધાર્મિક તહેવારો દરમિયાન ઘણા લોકો આવે છે અને આ ઈમારત ત્યાંજ આવેલી છે અને કોઈ દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોની વહીવટીતંત્ર અમારું સાંભળતું નથી તો અમારે ક્યાં જવું શું અમે આત્મહત્યા કરી લઈએ તેમ કહી તેમનો આક્રોશ ઠાલવ્યો હતો અમે વારંવાર અમારી જુની બિલ્ડીંગ ઉતરાવા બાબતે નગરપાલિકા, જિલ્લા કલેકટર પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી વગેરે રજૂઆત કરી હતી પરતું કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા અમે કોર્ટમાં બિલ્ડીંગ ઉતારવા માટે કેસ દાખલ કર્યો હતો તે કેસ અમે જીતી ગયા છે તે છતાં પણ નગરપાલિકા દ્વારા આ જુની જર્જરીત ઈમારત ઉતારવામાં આવતી નથી.


















Recent Comments