એક દંપતી સહિત ૪ શંકાસ્પદ લોકોની અટકાયત કરી અમદાવાદ લવાયા
પાકિસ્તાન અને ૈંજીૈંજી કનેક્શન સંદર્ભે ગુજરાત છ્જીએ ઓપરેશન હાથ ધર્યું
આજે વહેલી સવારે પંચમહાલ જિલ્લાના ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત છ્જીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ગોધરા ન્ઝ્રમ્ અને ર્જીંય્ ટીમને સાથે રાખીને છ્જીએ આ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન છ્જીએ એક દંપતી સહિત ૪ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમને અમદાવાદ લાવવામાં આવ્યા છે. અમદાવાદ લાવ્યા બાદ આ તમામની કડક પૂછપરછ શરુ કરાઇ છે. પાકિસ્તાન અને ૈંજીૈંજી કનેક્શન સંદર્ભે ગુજરાત છ્જીએ ઓપરેશન હાથ ધર્યુ છે, ત્યારે રાઉન્ડ અપ કરાયેલા ૪ વ્યક્તિઓની અમદાવાદ છ્જી ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે. શકમંદોના બેન્ક તેમજ સોશિયલ મીડિયા અકાઉન્ટની તપાસ કરાઇ રહી છે. પાસપોર્ટની વિગતો અંગે પણ ચકાસણી કરાઇ રહી છે.
કેન્દ્રીય એજન્સી તરફથી મળેલા ઇનપુટના આધારે ગુજરાત છ્જીએ આજે વહેલી સવારે ગોધરા પોલીસને સાથે રાખીને ગોધરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ચોક્કસ ઘરોમાં તપાસ કરવામાં આવી હતી અને ચાર લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.જેમાં એક દંપતીનો પણ સમાવેશ થાય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચારેય લોકોના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના કારણે પુછપરછ કરવામાં આવી રહી છે. આ તમામનું ૈંજીૈંજી કનેક્શન સામે આવી રહ્યુ છે. ગુજરાત છ્જી દ્વારા અટકાયત કરવામાં આવેલા લોકોના મોબાઇલ સહિતના ગેઝેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે.તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. દંપત્તીના બેંક અકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.તેઓ પાકિસ્તાન ગયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે. તેઓ કેટલાક શંકાસ્પદ લોકોના સંપર્કમાં હોવાની પણ માહિતી છે.આ તમામની પુછપરછમાં મોટા ખુલાસ થઇ શકે છે.


















Recent Comments