ગોધરાની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

ગોધરા ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે પોતાની રુચિ રમત ગમત સાથે સંકળાયેલી રાહે અને પોતાનું ઘડતર પણ થાય એ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય વિદ્યાલય ગોધરા ખાતે મુખ્ય મહેમાન તરીકે આઈકર વિભાગના લોકેશ મીના અને કેન્દ્રીય પ્રાથમિક શાળાના દલુની વાડીના આચાર્ય પ્રવીણ અમીન ઉપસ્થિત રહ્યાં હતા અને વિદ્યાર્થીઓને રમતગમતમાં ઉત્સાહ વધાર્યો હતો. વાર્ષિક સ્પોર્ટ્સ ડે અંતર્ગત ૪૦૦થી વધારે વિદ્યાર્થીઓએ જલેબી રેસ, બલૂન રેસ, સ્લો સાઇકલ, ત્રી પગી રેસ, રિલે રેસ અને કબડ્ડી જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
Recent Comments