ગોધરામાં આંગડિયાના મેનેજરને દારૂ પીવડાવી નોકરે ૪૭ લાખ ચોરી કરીનો ખુલાસો
ગોધરાના સોનીવાડમાં પટેલ મહેન્દ્રભાઇ સોમાભાઇની આંગડીયાની પેઢી છે. પેઢીના મેનેજર જયપાલસિંહ રાઠોડ તથા સાળો મેહુલ સોલંકી નોકરી કરતાં હતા. પેઢીનો હિસાબ કરીને છેલ્લે રૂા.૪૭ લાખનું બોકસ બનાવીને કબાટમાં મુક્યું હતુ. રાતે સુવા જતાં મકાનના ધાબાના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. તે દરમ્યાન અજાણ્યા ચોરે ધાબા પરથી આવીને ખુલ્લા કબાટમાંથી રૂા.૪૭ લાખ રોકડા તથા બે મોબાઇલની ચોરી કરીને લઇ ગયા હોવાની ફરીયાદ ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે નોધાઇ હતી. ગોધરા એલસીબી પોલીસ, બી ડીવીઝન પોલીસની સંયુકત ટીમ દ્વારા આંગડીયાની ચોરીની તપાસ હાથ ધરી હતી. પોલીસે આંગડીયા પેઢીના નોકરની પુછપરછ કરી હતી. પોલીસે સીસીટીવી કુટેજ, હ્યુમન તથા ટેક્નિકલ સોર્સના આધારે તપાસ કરતા આંગડીયા પેઢીમાં રૂા.૪૭ લાખ રોકડાની ચોરીમાં પેઢીનો નોકર મેહુલસિંહ તખતસિંહ સોલંકી સંડોવાયેલો હોવાનુ બહાર આવ્યું હતુ. પોલીસે મેહુલની પુછપરછ કરતાં તેને પેઢીના કબાટમાંથી રૂા.૪૭ લાખની ચોરી કરીને તેના મિત્ર દર્શન ઉફે પેન્ટર પંકજભાઇ સોનીને આપ્યા હતા. દર્શને તે રૂા.૪૭ લાખ મોડાસા ખાતે રહેતા મામા નરેન્દ્રભાઇ સોનીના ઘરે મુકી આવ્યો હતો. પોલીસે મોડાસાની પંચ જયોત સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોનીના ઘરેથી ચોરી કરેલા રૂા.૪૭ લાખમાંથી રોકડા રૂા.૪૫ લાખ રોકડા મળી આવ્યા હતા. પોલીસે ચોરી થયાના ગણતરીના કલાકોમાં આંગડીયા પેઢીમાંથી ચોરી કરનાર તથા સંડોવાયેલા ૩ ને ઝડપી પાડ્યા હતા. દર્શન સોનીને આંગડીયા પેઢીના નોકરે આપેલા રૂા.૪૭ લાખ ગાડી લઇને દોઢ કલાકમાં મોડાસા પહોચીને મામાના ધરે પૈસા મુકીને ફટાફટ પાછો ગોધરા આવ્યો હતો.
પેઢીના નોકર મેહુલે દર્શનને રૂા.૪૭ લાખ રોકડા આપ્યા હતા. પરંતુ પોલીસે મોડાસા ખાતે નરેન્દ્રભાઇ સોનીના ધરેથી રૂા.૪૫ લાખ રોકડા મળ્યા હતા. રૂા.૨ લાખ કયા ગયા તેની પુછપરછ પોલીસ કરી રહી છે. ત્યારે પેઢીમાંથી ચોરીનો સફળ પ્લાન બનાવ્યો છતાં પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી હતી. આંગડીયા પેઢીના મેનેજરનો સાળો મેહુલ સોલંકી તથા દર્શન સોની મિત્ર હોવાથી તેઓએ પેઢીમાંથી ચોરી કરવાનો પુર્વ આયોજીત પ્લાન બનાવ્યો હતો. મેહુલ તથા દર્શને દારૂ મંગાવીને પેઢીના મેનેજરને દારૂ પીવડાવ્યો હતો. દારૂ પીધા બાદ મેનેજર સુઇ જતાં પેઢીમાં નોકરી કરતા મેહુલ સોલંકીએ કબાટમાંથી રૂા.૪૭ લાખ રોકડા લઇને દર્શન સોનીને આપ્યા હતા. દર્શન સોની પૈસા લઇને શહેરના સીસીટીવી કેમેરામાં કેદ ના થાય તેવી રીતે મોડાસા પહોંચ્યો હતો. જયાં દર્શને તેના મામા નરેન્દ્રભાઇ સોનીના ઘરે પૈસા ભરેલી બેગ મુકીને ફટાફટ ગોધરા આવીને સુઇ ગયો હતો. ફરીયાદ બાદ પોલીસે આંગડીયાના નોકર મેહુલના ફુટ પ્રિન્ટ આધારે પેઢીનો નોકર ચોરીમાં સંડોવાયેલ હોવાનું જણાતાં ચોરીની કડીઓ મળી હતી. સોનીવાડમાં આવેલ મહેન્દ્રભાઇ આંગડીયા પેઢીમાંથી રૂા.૪૭ લાખના પેકેટની ચોરીની ફરીયાદ નોધાઇ હતી. જેથી એલસીબી પોલીસે, બી ડીવીઝન પોલીસે તથા ડીવાયએસપીની ટીમોએ તપાસ કરતાં પેઢીનો કર્મચારી મેહુલ સોલંકી અને તેના મિત્ર દર્શન સોની સાથે કાવતરુ રચીને રૂા.૪૭ લાખ રોકડાના પેકેટ ગુમ કર્યા હતા. દર્શન સોનીએ મોડાસા ખાતે સગા નરેન્દ્રભાઇ સોનીને ત્યાં મુકયા છે. પોલીસે સીસીટીવી તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરીને ચોરીના રૂા.૪૭ લાખમાંથી રૂા.૪૫ લાખ રીકવર કર્યા છે. બાકીના બે લાખની રીકવરીની તપાસ ચાલી રહી છેગોધરાના સોનીવાડમાં આવેલ આંગડીયા પેઢીમાંથી રૂા. ૪૭ લાખ રોકડાની ચોરી થયાની ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં પેઢીના નોકર સહિત ૩ને સીસીટીવી કુટેજ તથા ફુટ પ્રીન્ટના આધારે પકડી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. પેઢીમાંથી રૂા.૪૭ લાખની ચોરી કરીને પૈસા મોડાસા સંબંધીને ત્યાં મુકી આવ્યા હતા. પોલીસે મોડાસા ખાતેથી રૂા.૪૫ લાખ કબજે કરીને કાર્યાવાહી હાથ ધરી હતી.
Recent Comments