ગુજરાત

ગોધરામાં નકલી ચલણી નોટો છાપવાના કૌભાંડમાં વૉન્ટેડ આરોપીને પોલીસે ઝડપ્યો

ગોધરા તાલુકાના કાંકણપુર ગામે પોતાના આર્થિક લાભ માટે ૫૦૦ના દરની નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ વોન્ટેડ હતા. જેમાં આજરોજ એક આરોપી મીનેન્દ્ર પગીને ઝડપી પાડવામાં આવ્યો છે. ગોધરા તાલુકાના કાંકણપુર ગામે એક મકાનમાં ભારતીય ચલણમાં ચાલતી ૫૦૦ના દરની નકલી નોટો છાપવાનું કૌભાંડનો પર્દાફાશ એલસીબી ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓમાં હરીશભાઈ ગોવિંદભાઈ વણઝારા અને મીનેન્દ્ર પગી વોન્ટેડ જાહેર કરાયા હતા. જેમાં આજરોજ કાંકણપુર પોલીસ દ્વારા નકલી નોટોમાં સંડોવાયેલા આરોપી મીનેન્દ્ર પગીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી હરીશ ગોવિંદ વણઝારાને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Related Posts