ગોધરામાં રેલ્વે અંડર પાસનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવાની ડીઆરએમની તાકીદ

રેલ્વે ડીઆરએમ જણાવ્યું કે રેલવેના એરિયાના ભાગમાં રેલવે વિભાગ અંડર બ્રિજનું કામ કરશે. જયારે તે સિવાય પાલિકા એરિયામાં આવતા ભાગમાં સ્ટેટ આર એન્ડ બી દ્વારા કામગીરી કરશે. રેલવે અંડર બ્રિજનું કામ ઝડપી થાય તે માટે રેલવે વિભાગ દ્વારા પૂરતો સહયોગ આપવાની ખાત્રી રેલવેના ડીઆરએમ અમિત ગુપ્તાએ આપી હતી. સાથે ચાલુ માસ દરમિયાન અંડર બ્રિજની કામગીરી શરુ કરશે અને ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવા માટેના પ્રયાસ થશે. આ ઉપરાંત ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં યાત્રીઓની સુવિધા માટે લિફ્ટ લગાવવાની કામગીરી તેમજ જરૂરી કામગીરી કરાઇ રહી છે. જે વહેલી તકે પૂર્ણ કરાશે. રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ૨ અને ૩ ઉપર ૫૦ મીટર સુધી પ્લેટફોર્મની લંબાઈ વધારવામાં આવશે. જે રેલવે ટ્રેનના કોચ વધતાં આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.ગોધરાના શહેરા ભાગોળ પાસેના રેલ્વે ફાટક પાસે વારંવાર ટ્રાફિકજામ થતાં આખરે ફાટરના બદલે અંડર પાસ બનાવવાની મંજુરી આપી હતી. રૂા.૧૨.૩૩ કરોડના ખર્ચે બનતો અંડર પાસ રેલ્વે અને આરએન્ડબીના સહયોગથી બનવાનો છે. જેને લઇને રેલવેના ડીઆરએમ અમિત કુમાર ગુપ્તાએ ગોધરા ખાતે રેલવે ફાટકની મુલાકાત લીધી હતી. સ્થળ મુલાકાત લઇ અંડર બ્રિજના નકશા મુજબ કામગીરીની તૈયાર વિશે જરૂરી માહિતી મેળવી હતી.
Recent Comments