ગુજરાત

ગોધરામાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ મુથૂટ ફાઇનાન્સના મુખ્ય પ્રબંધકને આવેદનપત્ર આપ્યું

ગોધરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો દ્વારા મુથૂટ ફાઇનાન્સમાં હોબાળો કરવામાં આવ્યો હતો. દિવાળી જેવા મહાપર્વમાં પણ ઓફિસ ચાલુ રાખવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો હતો. હિન્દુઓના તહેવારોમાં હિન્દુ કર્મચારીઓને કાયદેસરની રજા આપવા માટે ગોધરા ખાતે મુથૂટ ફાઇનાન્સના મુખ્ય પ્રબંધકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મુથૂટ ફાઇનાન્સ આખા દેશમાં ગોલ્ડ ઉપર ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરીયાત લોકોને લોન આપે છે અને ફાઇનાન્સ કંપનીમાં મુખ્યત્વે હિન્દુ કર્મચારીઓ નોકરી કરતા હોય છે. ત્યારે દિવાળી જેવા તહેવારોમાં પણ ઓફિસ ચાલુ રાખી હિન્દુ કર્મચારીને ન છૂટકે નોકરી કરવી પડે છે. આથી લાગતા વળગતા તંત્ર દ્વારા આવા કર્મચારીઓની કદર કરવી જાેઈએ જેને લઇને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો દ્વારા મુથૂટ ફાઇનાન્સમાં હોબાળો કરી ગોધરા ફાઇનાન્સના મુખ્ય પ્રબંધકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હિન્દુ તહેવારોમાં દરેક કર્મચારીઓને રજા આપવી જાેઈએ. જેથી દરેક હિન્દુ કર્મચારી પોતાના પરિવાર સાથે દિવાળી જેવા અન્ય તહેવાર સારી રીતે મનાવી શકે. આવું નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં સખત વિરોધ કરી પીએમ સુધી રજૂઆત કરવામાં આવશે.

Related Posts