fbpx
ગુજરાત

ગોધરા ખાતે મતદાન જાગૃતિ માટે બાઇક રેલી યોજાઇ, ૬૦૦થી વધુ શિક્ષકો જાેડાયા

જિલ્લામાં મતદાર જાગૃત અભિયાન-૨૦૨૧ અંતર્ગત ગોધરા શહેરમાં ૪ સ્થળોએ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, ‘મતદાનનો અધિકાર લોકશાહીની ભેટરૂપે મળેલા સૌથી અગત્યના અધિકારો પૈકીનો એક છે. લોકશાહીને ટકાવવા, વિકસાવવા અને વધુ મજબૂત બનાવવા દરેક લાયક મતદારે મત આપવાના પોતાના આ અધિકારનો અચૂકપણે ઉપયોગ કરવો જાેઈએ’.

જિલ્લા કલેક્ટર ઉપરાંત પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાએ ગાયત્રીનગર ખાતેથી, જિલ્લા શિક્ષણાધિકારીએ પોલિસ હેડક્વાર્ટર્સ ખાતેથી તેમજ ગોધરા મામલતદારએ ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ, પોલન બજાર ખાતેથી રેલીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીઓમાં પોલિસ લાઈન, દલુની વાડી, ટુવા, ગોવિંદી, ગદુકપુર, મહુલીયા, નદીસર, ગોઠડા, કલ્યાણા, જીઇઁ, રતનપુર, મોરડુંગરા, અંબાલી છાત્રાલય, વેલવડ, ધાણીત્રા, કાંકણપુર, પરવડી, એરંડી, દક્ષિણ બોડીદ્રા, ભામૈયા, ગોલ્લાવ, છાવડ, ઓરવાડા, પોલન બજાર, વણાંકપુર, જીતપુરા, મહેલોલ, રામપુર જાેડકા, વાવડી ખુર્દ બગીડોલ સહિતના ક્લસ્ટરના ૬૦૦થી વધુ શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના પાલન સાથે જાેડાયા હતા.

Follow Me:

Related Posts