ગોધરા ખાતે યોજાયેલ સહકાર સંમેલનમાં
ગુજરાતની સહકારી પ્રવૃતિને બિરદાવતા અમીત શાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાની ઉપસ્થિતી
………………………………………………………………………………………………………………..
દેશને ગૌરવ થાય તેવી સહકારી પ્રવૃતિ ગુજરાતમા થઈ રહી હોવાનું જણાવી આ પ્રવૃતિઓમા નવી ક્રાંતિ સર્જવાનું કામ સહકાર અને સરકારના પ્રયાસોથી આગામી સમયમા થશે તેમ ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા દૂધ સંઘ અને પંચમહાલ જીલ્લા બેંકની વિવિધ ગ્રાહક સેવા સુવિધાઓના પ્રારંભ સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહે જણાવેલ.
સહકારી ચળવળની આગેવાની લેનાર ગુજરાત સહકાર થી સમૃધ્ધિ તરફ આગળ વધી રહયુ છે તેના મૂળમા ગુજરાતની આગવી સુઝબુઝ ધરાવતી સહકારી પ્રવૃતિ છે, આપણા દિલીપભાઈ તરીકે જેને ઓળખીયે છીએ તેવા દિલીપ સંઘાણી ઈફકો સહિતની અનેક સંસ્થામા ગુજરાતના સહકારી મુલ્યોનું સંવર્ધન કરી રહયા છે, ગુજરાતની ટીમ સહકાર સહકારીતાને મજબૂત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમા થઈ રહયાનો શ્રેય પણ ગુજરાતને ફાળે જાય છે તેમ અંતમા જણાવેલ
Recent Comments