fbpx
અમરેલી

ગોધરા થી અમરેલી ચુંટણી ફરજમાં આવતાં એસ.આર.પી.વાહનને ચાવંડ લાઠી વચ્ચે સજાૅયો અકસ્માત.

અમરેલી જીલ્લામાં હાલમાં ચુટણીનો માહોલ છે ત્યારે ચુંટણી શાંતિ પૂર્ણ યોજાય તે માટે બંદોબસ્ત ગોઠવવા ગોધરાથી અમરેલી તરફ એસ.આર.પી.ના ૩૧ જવાનો સાથેનું વાહન નંબર જી.જે.૧૭ જી.૫૧૮૪ ચાંવડ અને લાઠી વચ્ચે પહોંચતા સવારમાં રોજડુ આડું પડતા તેમને બચાવવાં જતા ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા વાહન પલ્ટી મારી ગયુ હતુ.જેની જાણ લાઠી પોલીસ સ્ટેશનમાં થતાં પી.એસ.આઈ.ગોહીલ સાહેબ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ઘવાયેલા જવાનોને લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજાગ્રસ્ત થવા પામેલ ન હતા.પ્રાથમીક સારવાર આપી રજા આપવામાં આવેલ હતી.વધુ તપાસ પીએસઆઈ.વાય.પી.ગોહીલ ચલાવી રહ્યા છે.

Follow Me:

Related Posts