ગુજરાત

ગોધરા-દાહોદમાં ગુરુપુષ્ય નક્ષત્રમાં રૂ. ૭ કરોડના સોના-ચાંદી ખરીદાયા

દાહોદ શહેર સહિત જિલ્લાના બજારોમાં દિવાળીની રોનક જાેવા મળી રહી છે. આસો વદ -૭ ને ગુરૂવાર તા . ૨૮-૧૦-૨૦૨૧ ના રોજ ગુરૂપુષ્યામૃત યોગમાં લોકોએ વ્યાપારના ચોપડા, ઘરની જીવન જરૂરી ચીજ વસ્તુઓ, પૂજાની સામગ્રી સાથે અત્યંત ઉત્તમ અને શુભ ફળદાયી ગણાતા સોના અને ચાંદીની પણ ખરીદી કરી હતી. દાહોદ શહેર સહિત જિલ્લામાં એક અંદાજ મુજબ બે કરોડ રૂપિયાના સોના અને ચાંદીની લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ચાંદીના ભાવમાં ભડકો હોવાથી તેની ખરીદી ઓછી થઇ હતી.દિવાળી પૂર્વ પુષ્ય નક્ષત્રના મહામુહુર્તમાં ગોધરાના સોની બજારમાં સોનાં ચાંદીના દાગીનાની ખરીદીનો ધમધમાટ મોડે સુધી ચાલુ રહ્યો હતો.

ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલી સોનાં ચાંદીના જવેલર્સોની દુકાનમાં વહેલી સવારથી લોકો ગુરુ પુષ્ય નક્ષત્રના મહામુહુર્તમાં ખરીદી કરતા દુકાનો ભીડ ઉમટી પડી હતી. ગોધરામાં ૮૦ કરવા વઘુ સોનાં ચાંદીની દુકાનો આવેલી છે. ગુરુ પુષ્યનક્ષત્રના અવસરે સોની બજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વઘી હતી. ગોધરામાં રૂા. ૫ કરોડ કરતાં વઘુ રકમની સોના ચાંદીની ખરીદી થઇ હોવાનું સોની બજારના અગ્રણી હરેશભાઇ સોનીએ જણાવેલ હતું. સોનાનો ભાવ ગત વર્ષ જેટલા જ આ વર્ષે છે. પણ ચાંદીમાં ગત વર્ષ કરતાં રૂા.૭ હજારનો ભાવમાં વધારો હોવા છતાં લોકો ચાંદીની અને સોનાની લગડીઓ ખરીદી કરી હતી. ગોધરાની આસપાસના ગામડાના લોકો પણ આ શુભ મુહર્તને લઇને સોના ચાંદીની ખરીદી કરી હતી. ત્યારે સોની વેપારીઓને ધનતેરસ અને દિવાળીમાં સોના ચાંદીની ખરીદી સારી થશે તેવી આશા દેખાઇ રહી છે. તથા મોટી સંખ્યામાં વેપારીઓ નવા વર્ષના ચોપડાની ખરીદી પણ ગુરુ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે કરતા ચોપડાની દુકાનોમાં પણ ભારે ભીડ જાેવા મળી હતી.

Related Posts