ગુજરાત

ગોધરા નગરપાલિકા સામે મહિલાઓએ પાણી આપોની માંગ મુકી

ગોધરા ભાજપ શાસિત નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિવિધ વિસ્તારોમાં કુવા મારફતે આપવામાં આવતું પાણી બંધ કરવાનો ર્નિણય લીધો હતો. જેના પગલે હવે નગરજનોને પાણીની તંગી સર્જાતા શહેરીજનોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે. શહેરીજનોનો આક્ષેપ છે કે, પાલિકાના સત્તાધીશોએ ખરેખર જાે પાલિકાની આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય તો પહેલા તો ધોળે દિવસે ચાલતી સ્ટ્રીટ લાઈટો બંધ કરાવવી જાેઈએ જેનાથી વીજ બિલની બચત થશે. ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અંદાજિત ૧૮ કુવાઓ મારફતે આપવામાં આવતું પાણી બંધ કરવામાં આવતા શહેરીજનોનો રોષ અને જેમાં પણ ખાસ કરી મહિલાઓ આકરા પાણીએ છે. વોટ લેવા માટે આવતા સભ્યો પણ પાણી બાબતે બોલવા માટે તૈયાર નથી.

જેને લઈને શહેરીજનોમાં પાલિકાના આ ર્નિણયનો વિરોધ જાેવા મળી રહ્યો છે.ગોધરા નગર પાલિકાની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હોવાના પગલે પાલિકા સત્તાધીશોએ ગોધરા શહેર વિસ્તારમાં આવેલા ૧૮ પાણીના કુવા મારફતે પાણી પહોંચાડવામાં આવતું બંધ કરતા શહેરીજનોમાં ઉગ્ર રોષ જાેવા મળ્યો છે. જેના કારણે આજે મોદીની વાડીમાં રહેતા સ્થાનિક મહિલાઓ રણચંડી બની ઘરની બહાર નીકળી પાણી માટે ભીખ માંગી રહી છે અને કહી રહી છે કે, પાણી આપો પાણી આપો નગરપાલિકા અમને પાણી આપો. ૬૦૦ મકાનના સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

ત્યારે આજરોજ તમામ મહિલાઓએ ગોધરા નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખની ચેમ્બરમાં ધસી આવ્યા હતા અને પ્રમુખ સહિત ધારાસભ્યની હાય હાય બોલાવી હતી આ બાબતે પાલિકા પ્રમુખે પાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરના ઘણાખરા વિસ્તારો એવા છે કે જ્યાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પહોંચતું નથી અને પૂરતું પ્રેસર ન હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી લોકોને મળતું નથી.

ત્યારે સ્થાનિકો અલગ અલગ વિસ્તારમાં આવેલા કુવા મારફતે અપાતા પાણીનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે પાલિકાએ જ કૂવાનું પાણી બંધ કરાવી દેતા ગોધરામાં પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.ગોધરા શહેરના મોદીની વાડીમાં રહેતી ૬૦૦ ઘરની મહિલાઓ રણચંડી બનીને ઘરની બહાર નીકળી પાણી માટે ભીખ માંગી રહી છે અને નગરપાલિકામાં બેઠેલા વહીવટકર્તાને કહી રહી છે કે, પાણી આપો પાણી આપો નગરપાલિકા અમને પાણી આપો. જ્યારે કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે, આજે ૨૦ દિવસથી પીવાનું પાણી ન આવવાના કારણે અમારે સેવ મમરા ખાઈને દિવસ કાઢવા પડે છે. કારણ કે પીવાનું પાણી જ ન આવતું હોય તો અમારે કઈ રીતે રસોઈ બનાવવી. ૨૦ દિવસથી પીવાનું પાણી ન આવવાના કારણે લોકોના ઘરે જઈને અમારે પાણીની ભીખ માંગવી પડે છે.ગોધરા શહેરના મોદીની વાડી નંબર ૧, ૨, ૩માં છેલ્લા ૨૦ દિવસથી પીવાનું પાણી આવતું નથી.

જેના કારણે ત્યાં રહેતા ૬૦૦ મકાનના સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મોદીની વાડીમાં જે કૂવો આવેલો છે તેમાંથી રોજબરોજ પાણીનો વપરાશ કરતા હતા, પરંતુ તે પણ કૂવામાં લગાવેલી મોટર નગરપાલિકા દ્વારા કાઢીને લઈ જતા આજે અમારે પાણી માટે વલખાં મારવા પડે છે. જ્યારે વેરા ઉઘરાવવાના હોય ત્યારે તાત્કાલિક વેરા વસૂલાત કરવામાં આવે છે ત્યારે કેમ પીવાનું પાણી સમયસર આપવામાં આવતું નથી. જેના કારણે આજે ૬૦૦ મકાનના પરિવારના સભ્યો રોજેરોજ પીવાના પાણીના ઝગ લાવી પાણી પીવા મજબૂર બન્યા છે.

Related Posts