ગોધરા પાલિકાની ચૂંટણીમાં કોગ્રેસ-ભાજપના બે અભણ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ
ગોધરા નગર પાલિકાની ચૂંટણીમાં ૧૬મી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારના ટેકામાં ઉમેદવારીપત્રો ખેંચવા સવારથી લાગી ગયા હતા. મંગળવારે ચુંટણી અધીકારીની કચેરી ખાતે ૨૦૮માંથી ૨૨ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેને લઇને હવે પાલીકાનો જંગ ૧૮૭ ઉમેદવારો વચ્ચે લડાશે. જયારે રાજકીય પક્ષો શૈક્ષણીક લાયકાતને બદલે જ્ઞાતિવાદના આધારે ટીકટ આપતાં ભાજપના વોર્ડ ૧માં એક અભણ ઉમેદવાર અને વોર્ડ ૩ માં કોગ્રેસનો એક અભણ ઉમેદવાર પણ ચૂંટણી લડશે.
ભાજપના કુલ ઉમેદવારોમાંથી ૧૩ ઉમેદવારો ધોરણ ૪થી ૧૨ સુધી ભણેલા છે. જયારે કોગ્રેસના ૮ ઉમેદવારો ધોરણ ૨થી ૧૨ સુધી ભણેલા છે. આમ રાજકીય પક્ષો જ્ઞાતીવાદને હાવી થઇને ટીકીટ આપીને ચુંટણી લડાવી રહ્યા છે. ગોધરા પાલિકામાં ૧૬ મીએ કુલ ૨૨ ફોર્મ પરત ખેંચાયા હતા. જેમાં વોર્ડ નં ૫ ના કોગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં હવે ૩ કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે. ગોધરા પાલિકાની ચૂંટણીમાં ભાજપના ૨૪, કોગ્રેસના ૨૦ સહીત ૧૪૩ ઉમેદવારો મળી કુલ ૧૮૭ ઉમેદવારો વચ્ચે ચુંટણીનો જંગ ખેલાશે.
Recent Comments